ગુંદરી પોલીસ ચેક પોસ્ટ પરથી કન્ટેનર ગાડી માંથી વિદેશી દારૂ ઝડપાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા એ દારૂ વેચાણ અને હેરાફેરી ને સંપૂર્ણ રીતે નેસ્ત નાબુદ કરવા સૂચના આપેલ હોઈ અને પડોશી રાજ્ય રાજસ્થાન માંથી મોટાં પ્રમાણ મા વિદેશી દારૂ ગુજરાત મા ઘુસાડવામાં આવતો હોઇ પાંથાવાડા પી એસ આઈ ડી. આર. પારગી ને ખાનગી રાહે બાતમી ના આધારે ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ.પી.એસ.ચૌધરી તેમજ પાંથાવાડા પોલીસ સ્ટાફ ને સાથે રાખી ગુંદરી પોલીસ ચેક પોસ્ટ નાકા બંધી દરમીયાન બાતમી હકીકત વાળી કન્ટેનર ગાડી આવતા તેને રોકી ચેક કરતાં કન્ટેનર ની અંદર થી ગેર કાયદેસર વગર પાસ પરમીટે ભારતીય બનાવટ ના વિદેશી દારૂની કુલ બોટલ નંગ.૧૩૯૫૬ મળી આવી હતી જેની કિ.૨૪,૬૦,૬૭૨/રૂ. મળી રૂ.૫૪,૬૫,૬૭૨/ નો મુદ્દામાલ પકડી પાડી ગાડી ચાલક ઓમપ્રકાશ S/O મોતીરામ જાતે.વિશનોઇ રહે.પુર.તા.સાંચોર.જિ.જાલોર.રાજસ્થાન વાળા ને પકડી પાડી તેની વિરુદ્ધ પ્રોહીબીસન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.