હિંમતનગરમાં પરમેશ્વરી દીદીના કંઠે સાત દિવસીય શિવ મહાપુરાણ કથાનું આયોજન કરાયું

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરમાં છાપરીયા વિસ્તારમાં વિનાયકનગરમાં અષ્ટવિનાયક ગણપતિદાદાના મંદિરના સાનિધ્યમાં ગણેશ યુવક મંડળના સહયોગથી અધિક માસમાં પરમેશ્વરી દીદીના કંઠે સાત દિવસીય શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. પરમેશ્વરી દીદીના કંઠે કથા શ્રવણ કરવા માટે મોટી સંખ્યામાં મહિલાઓની ઉપસ્થિતિ જોવા મળી રહી છે.આ વર્ષે અધિક શ્રાવણ અને શ્રાવણ માસ છે અને હાલમાં અધિક માસ ચાલી રહ્યો છે. ત્યારે આ અધિક માસમાં પૂજા, તીર્થયાત્રા, દર્શન, નદી સ્નાન, શાસ્ત્રોનું પઠન, ઉપદેશ સાંભળવો, મંત્રો જામ, ધ્યાન અને દાન પુણ્ય કરી શકાય છે. ત્યારે હિંમતનગર સહીત સાબરકાંઠામાં વિવિધ મંદિરોમાં કથા ચાલી રહી છે. હિંમતનગરના વિનાયકનગરમાં ગણેશ યુવક મંડળના સહયોગથી ખેતેશ્વર મહિલા મંડળ દ્વરા વિનાયકનગરમાં અષ્ટવિનાયક ગણપતિદાદાના મંદિરના પટ્ટાગણમાં આયોજિત પ્રથમવાર શિવ મહાપુરાણ કથા પરમ પૂજ્ય પરમેશ્વરી દીદીના સાંનિધ્યમાં યોજાઈ છે. જેમાં ભજન મંડળની મહિલાઓ ઉપરાંત શહેરના અને વિસ્તારની મહિલાઓ પણ કથા શ્રવણ માટે મોટી સંખ્યામાં ઉપસ્થિતિ ત્રીજા દિવસે જોવા મળી હતી. તો શિવ મહાપુરાણ કથાના બીજા​​​​​-ત્રીજા દિવસે પરમેશ્વરી દીદીના મધુર સ્વરે કથાનું રસપાન બાદ ભજન સાથે વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. આખાય મંડપમાં રાધે રાધે, ઓમ નમઃ શિવાયના નાદથી આખું વિનાયકનગર ગુંજી ઉઠ્યું હતું. ભજન કીર્તન સાથે શિવ મહાપુરાણ કથાને લઈને કથા શ્રવણ કરતા મહિલા પણ રસબોળ થઈને તાળીઓ પાડવા લાગે છે.આ શિવ મહાપુરાણ કથા 10 ઓગસ્ટના રોજ વાજતે ગાજતે છાપરીયા વિસ્તારમાં પોથીયાત્રા ફરીને રામજી મંદિરે થઈને વિનાયક મંદિરે પહોંચી હતી. જ્યાં વ્યાસપીઠ પર પોથીને પૂજન અર્ચન કરી બિરાજમા કરાયા બાદ શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ થયો હતો. 16 ઓગસ્ટના રોજ શિવ મહાપુરાણ કથાની પુર્ણાહુતી થશે. રોજ બપોરે 1 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી શિવ મહાપુરાણ કથા સાંભળવા સર્વે શહેરીજનોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.