વિસનગરમાં તાલુકા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિએ મૌન ધરણાનો કાર્યકમ યોજાયો

મહેસાણા
મહેસાણા

વિસનગર તાલુકા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સરકારએ જાહેરાત કરેલા પ્રશ્નોના ઠરાવ કરવા મુદ્દે મૌન ધરણાં કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રશ્નોનો ઉકેલ આવ્યા છતાં આજદિન સુધી ઠરાવ કે પરિપત્ર થયો ન હોવાથી શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા વિવિધ કાર્યકમો આપવાનું નક્કી કરાયું હતું. જે અંતર્ગત વિવિધ પડતર પ્રશ્નોના સંદભે મૌન ધરણાં કાર્યકમ કરવામાં આવ્યો હતો. જેમાં તાલુકા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.વિધાનસભાની ચુંટણી અગાઉ સરકાર દ્વારા તમામ પ્રશ્નોના ઉકેલ માટે ખાતરી આપી ટૂંક સમયમાં ઠરાવ કરવા સ્વીકારવામાં આવ્યું હતું. જેમાં ત્રણ ત્રણ વખત જાહેરાત કરવા આવ્યા પછી શાળા શરૂ થયાને સમય વધારે થવા છતાં મોટે ભાગે શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની જગ્યાઓ ખાલી છે. જેથી શાળાઓમાં પૂરતો સ્ટાફ ન હોવાથી હાલમાં યુ ડાયસ પ્લસ, આધાર ડાયસ,TATપરીક્ષાની ઉતરવહી ચકાસણી, પૂરક પરીક્ષાની ઉતરવહીનું નિરીક્ષણ,એકમ કસોટીની ઓનલાઈન એન્ટ્રી જેવી વિવિધ કામગીરીઓથી શિક્ષણ કાર્ય પર વિપરીત અસર પડી રહી છે. જેથી વિવિધ પડતર માગણીઓનો ઉકેલ ન લાવતા ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના આદેશ થી વિસનગર તાલુકા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ સંદર્ભે મૌન ધરણા કાર્યકમ કરવામાં આવ્યો હતો. જેમાં શિક્ષકો મૌન ધારણ કરી સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો.ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના આદેશથી જે ચૂંટણી પહેલા સરકારે બાંહેધરી આપી હતી. એ માગણીઓના ઠરાવો થયેલા નથી. જેથી ઠરાવો કરાવવાના માગણીના રૂપે અમે મૌન ધરણાનો કાર્યકમ આપ્યો છે. આગામી સમયમાં અમે અઠવાડિયા પછીનું વિક આવે કાળા કપડા પહેરી શિક્ષણકાર્ય કરવાના છીએ. શિક્ષણકાર્ય બાળકોનું ના બગડે એ માટે શિક્ષણકાર્ય અમારું સતત ચાલુ છે. પણ છેલ્લા વીસેક દિવસથી અમે શિક્ષણ સિવાયની તમામ કામગીરીનો બહિષ્કાર કરેલો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.