વિસનગર પોલીસે વિજાપુર તરફથી આવતી દારૂ ભરેલી સ્વીફ્ટ ગાડી ઝડપાઈ

મહેસાણા
મહેસાણા

વિજાપુર તરફથી એક સ્વીફ્ટ ગાડી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી વિસનગર તરફ આવી રહી હોવાની પોલીસને બાતમી મળતા કુવાસણા હાઇવે રોડ પર વોચ ગોઠવતા સફેદ કલરની સ્વીફ્ટ ગાડી આવતા પોલીસે પીછો કરી ગાડીને ઝડપી લીધી હતી. જેમાં પોલીસે ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ 541 બોટલ કીંમત રૂ. 1,54,267 તેમજ સ્વીફ્ટ ગાડી અને એક મોબાઈલ મળી કુલ રૂ.5,59,267નો મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી ઝડપાયેલો દારૂનો જથ્થો લઇ આવનાર વિરૂદ્ધ શહેર પોલીસ મથકમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. વિસનગર DYSP દિનેશસિંહ ચૌહાણની સાથે શહેર પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો ગત રોજ સવારે કાંસા ચોકડી ખાતે પ્રોહી ડ્રાઇવ તપાસમાં હતા. તે દરમિયાન DYSPદિનેશસિંહ ચૌહાણને બાતમી મળી હતી કે, વિજાપુર તરફના રોડ પરથી એક સ્વીફ્ટ ડીઝાયરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી વિસનગર તરફ આવી રહી છે. તે આધારે કુવાસણા હાઇવે રોડ પર વોચ ગોઠવી હતી.જ્યાં સાંજના સમયે 5:30 કલાકે વોચ દરમિયાન બાતમીવાળી ગાડી આવતા ઈશારો કરતા પોલીસને જોઈ ગાડી ભગાવતા પોલીસે ગાડીનો પીછો કરી ઝડપી લીધી હતી. જેમાં પોલીસે ગાડીમાંથી એક ઇસમને ઝડપી લઈ તેની પૂછપરછ કરતાં તેને તરાળ અનિલભાઈ ગિરીશભાઈ (રહે.બોલુન્દ્રા તા.ભિલોડા, જિ.અરવલ્લી) હોવાનું જણાવ્યું હતું. જેમાં પોલીસે ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ 541 કીંમત રૂ.1,54,267 તેમજ સ્વીફ્ટ ડીઝાયર ગાડી કીંમત રૂ.4 લાખ તેમજ એક મોબાઈલ કીંમત રૂ. 5 હજાર મળી કુલ 5,59,267નો મુદ્દામાલ કબજે લઇ ઝડપાયેલા તરાળ અનિલભાઈ તેમજ વિદેશી દારૂનો જથ્થો લઇ આવનાર ફરાર ભુરજી ઉર્ફે ભૂરો (રહે. ગામ પાટિયા વલિશા, રાજસ્થાન) વિરૂદ્ધ ગત રોજ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.