વડાલી તાલુકાની કંબોયા પ્રાથમિક શાળામાં 3 રૂમો વચ્ચે 1 કિમીનું અંતર

સાબરકાંઠા
સાબરકાંઠા

વડાલી તાલુકાની કંબોયા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 માં 92 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. કમનસીબી એ છે કે 8 ધોરણ વચ્ચે માત્ર ત્રણ ઓરડાની સુવિધા છે તેમાંયે બે ઓરડા બીજી જગ્યાએ છે અને બાળકોને અલગ અલગ જગ્યાએ બેસાડાય છે અને જેની વચ્ચે એક કિલોમીટરનું અંતર છે.કંબોયા પ્રાથમિક શાળામાં તપાસ કરતાં જાણવા મળ્યું કે એક રૂમમાં આચાર્ય બાલવાટિકા અને ધોરણ એક તથા બે ના બાળકોને લઈને બેસે છે. જ્યારે આ જગ્યાથી લગભગ એક કિમી દૂર નવા બનાવેલ બે ઓરડામાં ધોરણ ત્રણ થી આઠ ના બાળકો બેસે છે. શિક્ષકોને પણ તાસ બદલાવા દરમિયાન અને અન્ય કામગીરી અર્થે પ્રતિ દિન એક કિલોમીટરનું ચકકર કાપવું પડે છે.બાળકો ખુલ્લામાં ઓસરીમાં અને લોબીમાં બેસી ભણવા માટે મજબૂર બની રહ્યા છે. કારણો ગમે તે હોય પણ એક જ સ્થળે ઓરડા કેમ ન બન્યા તે બાબતે શિક્ષકો આચાર્ય ટીપીઓ દ્વારા સ્પષ્ટતા કરવામાં કિનારો કરાઇ રહ્યો છે.બાળકોને ખુલ્લામાં બેસાડીને જમાડવું પડે છે વડાલી તાલુકાના કંબોયા પ્રાથમિક શાળાના આચાર્ય મકવાણા માનસિંહે જણાવ્યું કે જગ્યાના અભાવે સ્કૂલની ત્રણ રૂમ વચ્ચે એક કિલોમીટરનું અંતર છે પહેલું ધોરણ અને બીજું ધોરણ સાથે બેસાડીએ છીએ પણ ધોરણ 3થી 8 માં પિરિયડ લેવા માટે એક કિલોમીટર નું અંતર કાપવું પડે છે રૂમ ઓછા હોવાના કારણે બાળકોને લોબીમાં અને સ્કૂલની બાજુમાં આવેલા મકાનના આંગણામાં બેસાડવા પડે છે. રૂમની માગણી કરેલી જ છે અને નવા બે રૂમ બન્યા છે તેની ઉપર બીજા રૂમ બની શકે અને એક રૂમ બાજુમાં ખુલ્લી જગ્યા છે તેમાં બની જાય તો સમસ્યાનું સમાધાન થઈ જાય તેમ છે. મધ્યાહન ભોજન માટે શેડ નથી માટે બાળકોને ખુલ્લામાં બેસાડીને જમાડવું પડે છે.તમામ વર્ગના ઓર્ડર મંજૂર થઇ ગયા છે: TPO ટીપીઓ આર.જે.ડાભીએ જણાવ્યું કે એસ.એસ.એ દ્વારા રૂમ વગેરેની કામગીરી કરાય છે. લગભગ તમામ વર્ગના ઓર્ડર મંજૂર થઈ ગયા છે પણ વર્ક ઓર્ડર નહીં આપ્યા હોય, વડાલીમાં કોઈ બાકી નથી જેમ જેમ ટેન્ડર બહાર પડશે તેમ વધારાના રૂમની સુવિધા મળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.