ફતેપુરા-પાંચોટ બાયપાસ બ્રિજ ઉપર ખીલાની જેમ બહાર નીકળેલા લોખંડના સળિયાનો અકસ્માતનો ભય

મહેસાણા
મહેસાણા

મહેસાણા શહેર નજીક આવેલા ફતેપુરા સર્કલથી પાંચોટ સર્કલ સુધીના 5 કિલોમીટરના નેશનલ હાઇવેને 3 ઓવરબ્રિજ સાથે બે વર્ષ અગાઉ બનાવવામાં આવ્યો હતો. પાંચોટ ગામ તરફના એપ્રોચ રોડ નજીક આવેલા ઓવરબ્રિજની મધ્ય ભાગમાંથી લોખંડની ઇંગલો નીકળવા લાગી છે. આ સાથે આરસીસીનો કેટલોક ભાગ પણ તૂટવા લાગ્યો છે. જેને લઇ લોખંડના અણીદાર સળિયા દેખાઇ રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ખુલ્લા સળિયાના કારણે વાહનોનાં ટાયર પંકચર તો ઘણીવાર ટાયર ફાટી રહ્યા છે. કેટલી જગ્યાએ ઇંગલો રોડથી છુટી પડતાં ધડાધડ પછડાઇ રહી છે. બાયપાસ હાઇવે સાથે એકતરફી ટ્રાફિક હોવાના કારણે અહીંથી પસાર થતાં વાહનોની સ્પીડ થોડી વધુ રહે છે. ખુલ્લા સળિયાના કારણે વાહનનું ટાયર ફાટતાં અકસ્માતનો ભય રહે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.