પાટણ નગરપાલિકામાં 13000 તિરંગાનું 11 વોર્ડમાં સભ્યદીઠ 250 ધ્વજનું વિતરણ કરાશે

પાટણ
પાટણ

પાટણ શહેર અને જિલ્લામાં આગામી 15મી ઓગષ્ટને સ્વાતંત્ર્ય દિનની ઉજવણી થવાની છે. તેનાં ભાગરૂપે સરકારનાં આદેશ પ્રમાણે “હર ઘર તિરંગા’ કાર્યક્રમ અન્વયે પાટણ શહેરમાં તમામ 11 વોર્ડનાં 44 સુધરાઇ સભ્યોને પોતાના વોર્ડ વિસ્તારમાં ત્રિરંગા ધ્વજને વેચાણ માટે આપવામાં આવશે.પાટણ નગરપાલિકાની સ્વચ્છતા શાખામાં આજે આ માટે 13000નંગ જેટલા વિવિધ પ્રકારનાં કાપડનાં ધ્વજનો સ્ટોક મહેસાણા ખાતેથી આવી પહોંચ્યો હતો. આ 13000 માંથી 11000 ધ્વજ પાટણ પાલિકાનાં 11 વોર્ડનાં 44 સભ્યોને આપવામાં આવશે. દરેક સભ્યને 250 ધ્વજ અપાશે. તેઓ પોતાનાં વોર્ડમાં તેનું વિતરણ કર્યું હતું.બાકીનાં 2000ત્રિરંગા નગરપાલિકાની સ્વચ્છતા શાખાની 6 વોર્ડ ઓફિસમાં વિતરણ માટે આપવામાં આવશે. અગાઉ પાટણ નગરપાલિકાને એક નંગ તિરંગાનાં રૂા. 25 લેખે વહેચણી કરી હતી. તે મુજબ વર્ડ ઓફિસમાંથી વિતરણ કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.