વિસનગરના બાસણા ગામના વળાંકમાં ગાડીના ચાલકે બેને અડફેટે લીધા

મહેસાણા
મહેસાણા

વિસનગરથી મહેસાણા તરફ જતા રોડ પર બાસણા ગામના વળાંકમાં પૂરઝડપે જઈ રહેલી ગાડીના ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક પર બેઠેલા બે યુવકોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેથી આ બનાવ અંગે ગાડીચાલક વિરૂદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જોટાણા તાલુકાના હરસુંડલ ગામના ઠાકોર ઇન્દ્રજીત રામુજી તેમની સાથે ઠાકોર અજયજી નવઘણજી, ઠાકોર રણજીતજી અરજણજી, ઠાકોર અંકિતજી કાળાજી સહિતના મિત્રો ત્રણ બાઈક લઇ દાંતા તાલુકાના પાણીયારી ખાતે પિકનિક મનાવવા ગયા હતા. જ્યાંથી પરત ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન બાઇક પર ઇન્દ્રજીત તેમની પાછળ અજ્યજી સાથે તાલુકાના બાસણા ગામના વળાંકમાં પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન ફોર વ્હીલ ગાડીના ચાલકે ડીવાઈડરમાં એકાએક કટ મારી બાઇકને ટક્કર મારતા બંને નીચે પટકાયા હતા. જેથી નીચે પડી જવાથી ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેથી આ બનાવ અંગે ઇન્દ્રજીતભાઈએ અજાણ્યા ગાડી ચાલક વિરૂદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.