અરવલ્લી જિલ્લામાં સમી સાંજે વરસાદ ખાબક્યો : મુખ્યમંત્રીના કાર્યક્રમ સ્થળ વાત્રકમાં પણ પાણી ભરાયા

અરવલ્લી
અરવલ્લી

ચોમાસાની શરૂઆત થયા બાદ છેલ્લા એક સપ્તાહથી અરવલ્લી જિલ્લામાં જાણે વરસાદે વિરામ લીધો હતો. ત્યારે આજે સમી સાંજે વરસાદ વરસ્યો છે.જિલ્લામાં આજે એક અઠવાડિયાના વિરામ બાદ બાયડ અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. બાયડના વાત્રક, ચોઈલા, જીતપુર પંથકમાં વરસાદ વરસ્યો છે. આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જ્યારે બાયડના વાત્રકની આંખની હોસ્પિટલનું લોકાર્પણ કરવાના છે. ત્યારે આ કાર્યક્રમ સ્થળની આસપાસ પણ પાણી ભરાયા છે. ખાસ કરીને વરસાદથી ખેતીપાકને ફાયદો થશે. મુર્જાતા મગફળી, સોયાબીન અને મકાઈના પાકને જીવતદાન મળ્યું છે. આમ વરસાદ થતા ધરતીપુત્રોમાં પણ ખુશી વ્યાપી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.