કડીમાં નવીન મકાનની સાઈટ પરથી મચ્છર ઉત્પત્તિના સ્થાનો મળતા બિલ્ડરને 5,000નો દંડ ફટકારાયો

મહેસાણા
મહેસાણા

કડી તાલુકા તેમજ શહેરી વિસ્તારમાં વરસાદી સીઝન દરમિયાન ઠેર પાણી ભરાઈ રહેતા મચ્છરોના બ્રીડિંગ મળી આવતા આરોગ્ય તંત્ર દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે. કડીના કરણનગર રોડ ઉપર ડેન્ગ્યુના દર્દીઓ મળી આવતા આરોગ્ય તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને પાણી ભરેલા પાત્રમાં મચ્છરોના બ્રીડિંગ મળી આવતા આરોગ્ય વિભાગ દ્વારા પ્રથમ નોટિસ ફટકારી ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ બિલ્ડરો આરોગ્યતંત્રની નોટીસને ઘોળીને પી ગયા હતા. જે બાદ ફરી થી આરોગ્ય તંત્ર દ્વારા તપાસ કરતાં જશે થે તેવી સ્થિતિ મળી આવતા આરોગ્યતંત્રએ લાલ આંખ કરીને બિલ્ડરોને રૂપિયા 5,000નો દંડ ફટકાર્યો હતો.કડી શહેર અને તાલુકામાં ડેન્ગ્યુ, મેલેરિયા જેવા કેસોના દર્દીઓમાં વધારો થતો હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે આરોગ્ય તંત્ર સફાળુ જાગ્યું હોય તેવું જોવા મળ્યું હતું. કડીના કરણનગર રોડ ઉપર ત્રણથી વધુ ડેન્ગ્યુના દર્દીઓ મળી આવતા આરોગ્ય તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. રહેણાંક વિસ્તાર તેમજ નવીન મકાનની બની રહેલી સાઈડો ઉપર આરોગ્યતંત્ર દ્વારા તપાસ હાથ ધરાતા કરણનગર રોડ ઉપર આવેલા પરમાનંદ લેન્ડમાર્ક નામની સાઇડ ઉપર અલગ અલગ પાણી ભરાઈ ગયાના પાત્રો મળી આવ્યા હતા. જેથી તેઓને નોટિસ આપી ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ આ બિલ્ડરો નોટિસને ઘોળીને પી ગયા હતા.કડીના કરણનગર રોડ ઉપર આવેલા નવીન બની રહેલા મકાનની સાઇડ ઉપર પાંચ પાત્રો પાણી ભરેલા મળી આવ્યા હતા અને જેમાં મચ્છરોની ઉત્પત્તિના બ્રીડિંગ મળી આવતા બિલ્ડરને થોડાક દિવસો અગાઉ નોટિસ આપી ચેતવણી આપી સાફ-સફાઈ માટે જણાવ્યું હતું. ફરીથી મહેસાણા જિલ્લા મેલેરીયા અધિકારી ડોક્ટર વિનોદ પટેલ અને સ્થાનિક આરોગ્યતંત્રની ટીમ દ્વારા આ સાઈટ ઉપર શુક્રવારે તપાસ કરતા જેસે થે તેવી સ્થિતિ મળી આવતા આરોગ્ય તંત્ર અકળાયું હતું અને નવીન બની રહેલ સાઈડના બિલ્ડરને રૂ. 5,000નો દંડ ફટકાર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.