ઊંઝા થી બાઈકની ચોરી કરનાર તસ્કરને મહેસાણાની LCB પોલીસે મુદ્દમાલ સાથે ઝડપી પાડ્યો

મહેસાણા
મહેસાણા

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાઈકની ચોરી કરનાર તસ્કરને ઝડપી પાડ્યો હતો. ભાન્ડુથી મહેસાણા તરફ મોટર સાયકલ ઉપર આવી રહેલા શખ્સને અટકાવી પુછપરછ કરતાં બાઈક ચોરીનું હોવાનું માલુમ પડતાં પોલીસે બાઇક સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.મહેસાણા જિલ્લામાં બાઇક ચોરીના ઇનડિટેક્ટ ગુના ડિટેક્ટ કરવાના મહેસાણા જિલ્લા પોલીસવડાએ આપેલા આદેશ મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના પી.આઇ જે.આર.ધડુકના નેતૃત્વમાં મહેસાણા એલસીબી પીએસઆઇ એચ.એલ.જોષી, એએસઆઇ ભાવિકકુમાર, દિલીપસિંહ, હેકો. સાબિરખાન તથા રાકેશસિંહ, પાર્થકુમાર, ભાવિકકુમાર સહિતનો સ્ટાફ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યાં હતા. આ દરમિયાન હેકો. સાબિરખાન તથા ભાવિકકુમારને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી હતી.ઊંઝા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બાઇક ચોરીમાં સંડોવાયેલો શખ્સ ચોરીના પલસર બાઇક પર સવાર થઇને ભાન્ડુ હાઇવેથી મહેસાણા તરફ આવી રહ્યો છે. જે બાતમીના આધારે એલસીબી વોચ ગોઠવી દીધી હતી. દરમિયાન ઉપરોક્ત ઇસમ ચોરીના બાઇક સાથે આવતાં તેને અટકાવી પુછપરછ કરી બાઇકના કાગળ માંગતાં કાગળ મળી આવ્યાં ન હતા. જ્યારે વધુ પુછપરછ દરમિાયન આખરે બલોચ સમીર કરીમખાન રહે. ઉનાવા નવાવાસવાળો તેમજ ફકીર સદામશા જાકીરશા રહે. લુણવા તા. ખેરાલુવાળાએ બંન્ને ભેગા થઇ ઊંઝા એચ.પી. પેટ્રોલપંપ પાસેથી બજાર કંપનીનું આ પલ્સર બાઇકની ચોરી કરી હોવાનું જણાવતાં એલસીબીની ટીમે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.