વિજાપુરમાં મધ્યાહન ભોજનનું 1090 કિલો અનાજ સગેવગે કરનારા સંચાલકોને સસ્પેન્ડ કરાયા

મહેસાણા
મહેસાણા

વિજાપુરમા થોડા દિવસ અગાઉ પુરવઠા વિભાગને કરવામા આવતી કામગીરી પોલીસ પેટ્રોલીગ દરમિયાન કરી બતાવી હતી.જેમાં વિજાપુરના શિવ શક્તિ કિરાણા સ્ટોરમાં સરકારી અનાજ નો જથ્થો બરોબર દુકાનમાં ઉતારતા પોલીસે દિલીપભાઈ કેશવલાલ પટેલ અને નિકુંજ દિલીપભાઈ પટેલને રંગેહાથ ઝડપી લીધા હતાં.જે કેસમાં દુકાનદાર જીતેન્દ્ર પરસોત્તમ દાસ મોદી સહિત વિજાપુર પોલીસ મથકમાં ત્રણ સામે ફરિયાદ નોંધાઇ હતી ત્યારબાદ મામલતદાર દ્વારા તપાસ દરમિયાન સંચાલકોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.સમગ્ર અનાજ સગેવગે કરવાના કૌભાંડની તપાસ કરવામાં આવતા વિજાપુર તાલુકાના મધ્યાહન ભોજન PM પોષણ યોજના હસ્તકના 85 લાડોલ કેન્દ્રના સંચાલક કામિની દિલીપભાઈ પટેલ થતા 135 સેકન્ડરી સ્કૂલના સંચાલક અક્ષય દિલીપભાઈ પટેલ ના પરિવારના સભ્યો હોવાનું આવ્યું હતું.જેમાં સંચાલક કામિની દિલીપભાઈ પટેલ થતા અક્ષય દિલીપભાઈ પટેલ તેઓના હસ્તકના 2 ચાર્જ માં અને 2 રેગ્યુલરએમ કુલ 4 મધ્યાહન ભોજન કેન્દ્ર ચલાવતા હતાં. આ મધ્યાહન ભોજન કેન્દ્ર પર તપાસ કરતા અક્ષય દિલીપભાઈ પટેલ 135 સેકન્ડરી સ્કૂલ ઇન્ચાર્જ 66 મણિપુરા પ્રા.શાળા કેન્દ્ર પર તપાસ દરમિયાન ઘઉં,ચોખા,તુવેર દાળ,તેલની ઘટ મળી આવતા 54,021 દંડ કરવામાં આવ્યો હતો.જ્યારે કામિની બેન દિલીપભાઈ પટેલ મધ્યાહન ભોજન ના સંચાલક કેન્દ્ર ન 85 લાડોલ પ્રાથમિક કન્યા શાળા ઇન્ચાર્જ 111 હથિપુર પ્રા. શાળા માં ઘઉં,ચોખા,તુવેર દાળ,કપાસિયા,તેલમાં ઘટ આવતા 26,584 કુલ મળી 4 કેન્દ્રોના 80,605 દંડ વસુલતની રકમ ભરવાની મામલતદાર દ્વારા નોટિસ આપવામાં આવી હતી.જ્યારે મધ્યાહન ભોજન કેન્દ્ર 135 આશા સેકન્ડરી સ્કૂલ વિજાપુર થતા,ઇન્ચાર્જ કેન્દ્ર ન 66 મણિપુરા પ્રાથમિક શાળા સંચાલક થતા, પટેલ અક્ષય દિલીપભાઈ ની નિમણુંક રદ કરી ને તાત્કાલિક અસર થી છૂટા કરાયા હતા.રેગ્યુલર મધ્યાહન ભોજન કેન્દ્ર 85 લાડોલ પ્રાથમિક કન્યા શાળા થતા ઇન્ચાર્જ કેન્દ્ર 111 હથિપુરા પ્રાથમિક શાળાના સંચાલક તરીકે પટેલ કામિની બેન દિલીપ ભાઈ ની નિમણૂક રદ કરી તાત્કાલિક છૂટા કરવામાં આવ્યા છે.કેટલા સમયથી અનાજ સગેવગે કરતા એ મામલે સ્થાનિક તંત્ર પોલીસને રિપોર્ટ કર્યા બાદ સામે આવશે.સમગ્ર કેસમાં દિવ્ય ભાસ્કર દ્વારા વિજાપુર મામલતદાર ને સમ્પર્ક કરવામાં આવતા તેઓએ જણાવ્યું કે હાલમાં કેન્દ્ર પર અનાજની ઘટ જોવા મળતા દંડ અને સસ્પેન્ડ કરાયા છે.ત્યારે વિજાપુર તાલુકા પી.આઈ વી.આર.ચાવડા એ જાણવ્યું કે મામલતદાર ના રિપોર્ટ આપ્યા બાદ પોલીસ તપાસ કરશે કે ઘટ થયેલ અનાજ કોને અને ક્યાં અપાયુ તેમજ આગામી સમયમાં મામલતદારના રિપોર્ટ બાદ પોલીસ ફરી તપાસ શરૂ કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.