હિંમતનગરમાં વેપારીઓ રોડની કામગીરી ધીમી ચાલતી હોવાને લઈને વિરોધ કર્યો

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરમાં પાલિકા દ્વાકા 301 મીટરનો RCC હેરીટેજ રોડ બનાવવાનો છે. જેને લઈને કામગીરી શરૂ થઇ છે. ત્યારે બંને તરફ ખાડા ખોદીને કામગીરી શરૂ કરી હતી. જેને લઈને વેપારીઓએ પડતી હાલાકીને લઇને શુક્રવારે વેપારીઓએ રોડ ઉપર આવીને વિરોધ કર્યો હતો. જેને લઈને પાલિકા સદસ્યએ પહોંચીને રજૂઆતનો વિશ્વાસ આપ્યો હતો. હિંમતનગરમાં લાઈબ્રેરીથી ખાડિયા મંદિર સુધીનો હેરીટેજ RCC રોડ 301 મીટરનો બની રહ્યો છે. જે કામ ચાલું થયાના 20 દિવસ જેટલો સમય થયો છે. ત્યારે હેરીટેજ રોડ બનાવવા માટે રોડની બંને તરફ સર્વિસ ડક માટે ખાડા ખોદવામાં આવ્યા હતા. ત્યારબાદ સર્વિસ ડક મુકવામાં આવ્યા છે અને નળ, ગટર, વીજળીની તમામ લાઈનો અન્ડર ગ્રાઉન્ડ કરવામાં આવી રહી છે. ત્યારે વેપારીઓને ખુલ્લા ડક ઉપરાંત 20 દિવસથી ગટર અને પાણીની લાઈનનું જોડાણ નહિં થવાને લઈને શુક્રવારે હાલાકી ભોગવતા વેપારીઓ રોડ પર આવીને ટોળે વળીને મંદગતિએ ચાલતી કામગીરીને લઈને દુકાનો બંધ રાખવાની વાત કરીને વિરોધ કરવાની વાત કરી હતી.આ અંગે વેપારી કેતન મોદીએ જણાવ્યું હતું કે, વેપારીઓના ગટર, નળના જોડાણ અભાવે પરેશાની ભોગવવી પડે છે. જેથી વેપારીઓ એકઠા થઇ મંદ ગતિએ ચાલતી રોડની કામગીરીને ઝડપી કરવા અને ગટર અને પાણીના જોડાણ ઝડપી આપવા માગ કરી હતી.વેપારીઓના વિરોધને લઈને હેરીટેજ રોડ વિસ્તારના પાલિકામાં વોર્ડ નં.4ના સદસ્ય ડીકુલ ગાંધી તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને વેપારીઓની રજૂઆત સાંભળ્યા બાદ સર્વિસ ડક ઢાંકવા અને ગટર અને પાણીની લાઈનનું જોડાણ કરવાનો વિશ્વાસ આપ્યો હતો. ઝડપી કામગીરી કરવાની ખાતરી આપી હતી જેથી વેપારીઓ સહમત થયા હતા.હિંમતનગરના ટાવર લાઈબ્રેરીથી ખાડિયા હનુમાનજી મંદિર સુધીના 301 મીટરના રોડને ડેકોરેટીવ RCC રોડ બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે નવ મીટરના રોડ પર બંને તરફ બે-બે ફૂટના સર્વિસ ડક, તેની બાજુમાં 3 ફૂટનો ફૂટપાથ, બંને તરફ ડેકોરેટીવ લાઈટો અને પાંચ મીટરનો RCC રોડ બનશે. રૂ. 1 કરોડ 56 લાખ 84 હજાર 014 આ શહેરમાં પ્રથમ મોડલ રોડ હશે. જ્યાં વીજળીના વાયરો, પાણીની અને ગટરની લાઈનો અન્ડરગ્રાઉન્ડ કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.