દિયોદરના સાલપુરા ગામની સીમમાંથી જુગાર રમતા નવ ઈસમો 11 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

દિયોદર પોલીસે સાલપુરા ગામની સીમમાં આવેલ એક ખેતરમાંથી જુગાર રમતા ઈસમોને ઝડપી પાડ્યા છે.દિયોદર પોલીસને મળેલી બાતની હકીકત આધારે દિયોદરના સાલપુરા ગામની સીમમાં આવેલ સેધાજી ઠાકોરના ખેતરમાં બનાવેલ રહેણાંક મકાનની બાજુમાં કેટલાક ઈસમો ભેગા મળી જુગાર રમતા હોવાની બાતમી મળતા પોલીસે રેડ દરમિયાન નવ જેટલા ઇસમોને ઝડપી પાડ્યા છે. જેમાં પોલીસે કુલ દસ શખ્સો પર ગુનો નોંધી મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.દિયોદર પોલીસ સ્ટેશનનાઓ પોલીસ સ્ટાફ સાથે ગામડાઓમા પ્રોહિબીશન અને જુગાર બાબતે પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે સેધાજી ઠાકોર રહે.સાલપુરા દિયોદરવાળા તેમના ખેતરમાં બનાવેલ રહેણાંક ઘરની બાજુમા ખુલ્લી જગ્યામાં માણસો ભેગા કરી તીનપતિનો પૈસા વડે હારજીતનો જુગાર રમાડે છે. જે બાતમી હકીકત આધારે બાતમી આધારે પોલીસે સાલપુરા સેંધાજી ઠાકોરના ખેતરે રેડ નાખતા નવ ઈસમો ને ઝડપી પાડ્યા છે, જેમાં જુગાર રમતા (1) પીયુષભાઈ દિનેશભાઇ સોની રહે.માધવપાર્ક સોસાયટી દિયોદર (2) દેવાભાઈ રામાભાઈ રબારી રહે,ચાંદરવા વાવ (3) શૈલેશભાઈ જેશંગભાઈ માળી રહે.માળીવાસ ભાભર (4) વિષ્ણુભાઈ બચુભાઇ રાઠોડ(ઠાકોર) રહે.મોતીસરી ભાભર (5) સંજયસિંહ ઇસુભા વાઘેલા રહે.રાણકપુર કાંકરેજ (6) રાણાભાઈ શંકરભાઈ માળી રહે.યાત્રા ભાભર (7) અરજણભાઈ સામતાભાઈ નાઈ રહે.અંબિકાનગર સોસાયટી ભાભર (8) નવિનભાઇ ગણેશભાઇ માળી રહે.માળીવાસ ભાભર (9) નિતિનકુમાર બાબુલાલ જાગરી રહે.ઓમકાર નગર સોસાયટી દિયોદર વાળાઓને પોલીse ઝડપી પાડી કુલ રૂ.11 લાખ 86 હજાર 980 રૂપિયા ના મુદામાલ સાથે પકડી પાડી (10) સેધાજી ભોમાજી વાઘાજી ઠાકોર રહે.સાલપુરા દિયોદર વાળા હાજર ન મળી આવતા પોલીસ કુલ દસ ઈસમો પર ગુનો નોંધી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.