![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/26-9.jpg)
ચાણસ્મા કોમર્શિયલ કો.ઓપ.બેંકની વાર્ષિક સાધારણ સભા યોજાઈ
ધી ચાણસ્મા કોમર્શિયલ કો.ઓપ.લિ.ની 49 મી વાર્ષિક સાધારણ સભા ભાનાણી સંસ્કાર ભવન ચાણસ્મા ખાતે આજે સવારે પટેલ નિલેશકુમાર કાંતિલાલ ચેરમેનના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જેમાં સૌ પ્રથમ બેંકનાં સ્વર્ગસ્થ થયેલાં સભાસદોને બે મિનીટ મૌન પાળી શ્રદ્ધાજલી અર્પણ કરી હતી. તેમજ બેંકના મેનેજર અનિલભાઈ બી. પટેલ દ્વારા ઉપસ્થિત બેંકના ચેરમેન તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તેમજ સભાસદોનુ શાબ્દિક સ્વાગત કર્યું હતુ. ત્યારબાદ ચેરમેને તમામને આવકારી બેંક નો 49માં વાર્ષિક અહેવાલ આપ્યો હતો. સાધારણ સભામાં યોગેન્દ્ર કુમાર કે. એમ.ડી., જગદીશભાઈ આર. વાઇસ ચેરમેન તેમજ બોર્ડ ઓફ ડિરેકટરો તેમજ બેંકના સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.