દિયોદર લાફાકાંડ બાદ ખેડૂતોની પદયાત્રાઃ કલમ 144 લાગુ કરાઈ છતાં ધરતીપુત્રો લડી લેવાના મૂડમાં

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠાના દિયોદર લાફાકાંડમાં દિયોદર થી ગાંધીનગર ખેડૂતોની કૂચના આયોજન પર હવે કલમ 144ની કલમ લાગુ કરવામાં આવી છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સમજાવવામાં આવ્યા પરંતુ તેમ છતાં ખેડૂતો ગાંધીનગર જવા માટે મક્કમ છે. આ સાથે લાફાકાંડના પીડિત અને ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી તથા તેમના સમર્થકો પીછેહટ કરવાના મૂડમાં નથી. ખેડૂતો સાણદરથી ગાંધીનગર સુધીની પદયાત્રા શરુ કરી છે જેનો આજે બીજો દિવસ છે.ખેડૂતોની બેઠક દરમિયાન દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ પણ હાજર રહ્યા આ દરમિયાન બનેલી લાફકાંડની ઘટના બાદ ખેડૂતોમાં જુવાળ ઉઠી રહ્યો છે. પીડિત ખેડૂત અમરાભાઈ ચૌધરી તથા તેમના સમર્થકો દ્વારા કેશાજીના રાજીનામાની માગણી કરવામાં આવી રહી છે. આ સાથે ખેડૂતો ગાંધીનગર જવા માટે નીકળીને બનાસ નદીના પટ પાસે આવેલા ઉમરી પહોંચી હતી અને કલમ 144 લાગુ કરવામાં આવી છે.ખેડૂતોની પદયાત્રા દરમિયાન કલમ 144 લાગુ કરવામાં આવતા દિયોદર અને ડીસાના પ્રાંત અધિકારી સહિત બનાસકાંઠાના DySP પર અહીં પહોંચ્યા હતા અને તેમને ખેડૂતો સાથે વાત કરી હતી. કલમ 144 લાગુ કરાયા બાદ ખેડૂતો એક સાથે નહીં પરંતુ અલગ-અલગ થઈને ગાંધીનગર પહોંચવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. ખેડૂતોને એવી ચિંતા સતાવી રહી હતી કે તેમની અને પોલીસ વચ્ચે ઘર્ષણ થઈ શકે છે, પરંતુ તેવું થયું નથી.એક તરફ પોલીસ દ્વારા કલમ 144 લાગુ કરવામાં આવી તેમ છતાં ખેડૂતો ગાંધીનગર તરફ આગેકૂચ કરતા જોવા મળ્યા હતા. આ મામલે ખેડૂતો એવી દલીલ કરવામાં આવી કે અમારી પાસે પ્રાંત અધિકારી સાથે વાત થઈ પોલીસે પણ જણાવ્યું કે અમે કાયદા પ્રમાણે કામ કરીએ છએ પરંતુ તેમાં ફરિયાદમાં ષડ્યંત્રકારીનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. ખેડૂતે આ મામલે રજૂઆત કરીને જણાવ્યું કે અમે ધારાસભ્ય કેશાજી ચૌહાણનું રાજીનામું આપવાની માગણી કરી રહ્યા છીએ પરંતુ તે બાબતમાં ચર્ચા કરવામાં આવી નથી.બીજી તરફ પ્રાંત અધિકારી દ્વારા મુલાકાત કરવામાં આવી તે મામલે ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી દ્વારા તેમનો આભાર માનવામાં આવ્યો છે. તો બીજી તરફ અધિકારી દ્વારા પણ જણાવવામાં આવ્યું કે તેમણે ખેડૂતોની લાગણી અને માગણીને ધ્યાનથી સાંભળી છે. વીડિયોમાં જે વ્યક્તિ કસુરવાર જણાય છે તેની સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.લાફાકાંડમાં બનાસકાંઠાના દિયોદરના સાણદરથી ગાંધીનગર સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રા 18મી ઓગસ્ટના રોજ ગાંધીનગર પહોંચશે. ધારાસભ્ય કેશાજી ચૌહાણના રાજીનામાની માગણી સાથે ખેડૂતો દ્વારા પદયાત્રા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેશાજીના સમર્થક દ્વારા અમરાભાઈને લાફો મારવામાં આવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.