કડીમાં ડ્રોન ઉડાળી મચ્છર ઉત્પત્તિ થતાં વિસ્તારોને શોધી દવાનો છંટકાવ કરવામાં આવશે

મહેસાણા
મહેસાણા

કડીની અંદર ડેન્ગ્યુ અને મેલેરિયાના અનેક કેસ સામે આવ્યા છે. મચ્છરજન્ય રોગોને અંકુશ લાવવા માટે મહેસાણા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. સમગ્ર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના કડી ખાતે પ્રથમ પ્રયોગ આરંભ આજે કરવામાં આવ્યો હતો. કડી શહેરના અનેક વિસ્તારો તેમજ નાની કડી ગામના વિસ્તારોમાં ડ્રોનની મદદથી મચ્છરની ઉત્પતિ થતી હોય તેવા વિસ્તારોને ડ્રોનના કેમેરામાં કેદ કરીને આરોગ્ય વિભાગને સોંપવામાં આવશે અને ડ્રોન તેમજ આરોગ્ય વિભાગના કર્મીઓ દ્વારા દવાઓનો છંટકાવ કરવામાં આવશે. શુક્રવારે કડીના આદુન્દ્રા રોડ ઉપર આવેલ તાલુકા હેલ્થ ઓફિસ ખાતેથી તેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.ભારત દેશ દિવસેને દિવસે ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. ત્યારે સમગ્ર ભારત દેશમાં પ્રથમ વખત મહેસાણા જિલ્લામાં નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. મચ્છરજન્ય થતાં રોગોને અટકાવવા માટે કડીમાં ડ્રોન ઉડાળી જે જગ્યા ઉપર મચ્છરની ઉત્પત્તિ થતી હોય તેને ડ્રોનના કેમેરામાં કેદ કરીને તેવા વિસ્તારોમાં ડ્રોનની મદદથી દવાઓનો છંટકાવ કરવામાં આવશે તેમજ જે જગ્યા ઉપર આરોગ્ય કર્મીઓ જઈ શકતા હોય ત્યાં આરોગ્ય કર્મીઓને કેમેરાની મદદથી લોકેશન આપવામાં આવશે અને ત્યાં પહોંચીને દવાઓનો છંટકાવ કરવામાં આવશે. કડી શહેરી વિસ્તાર તેમજ કડી તાલુકાના નાની કડી વિસ્તારમાં અગામી 10 દિવસ સુધી ડ્રોન કેમેરાની મદદથી મચ્છરની ઉત્પત્તિ થતી હોય તેવા વિસ્તારોને શોધી કાઢવામાં આવશે. તેમજ પાણી ભરાયેલા વિસ્તારોને પણ આ ડ્રોન કેમેરા શોધી આરોગ્ય તંત્રની શોપશે છે.મહેસાણા જિલ્લાના 6 તાલુકાના 22 વિસ્તારોમાં મચ્છરની ઉત્પતિ થતી હોય તેવા કેન્દ્રો શોધવા આજથી કડીમાંથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. કડી આદુન્દ્રા રોડ ઉપર આવેલ તાલુકા હેલ્થ કચેરીથી શુભારંભ કરવામાં આવ્યો હતો. તાલુકા હેલ્થ ઓફિસર ડો.ધર્મેન્દ્ર પટેલ સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, આ ડ્રોન ટેકનોલોજીથી જે સર્વે કરવાની સિસ્ટમ છે તે આખા ભારત દેશની અંદર મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા પોતાના સ્વભંડોળમાંથી બજેટ ફાળવી પ્રોજેક્ટ શરૂઆત કરવામાં આવી છે અને સફળતાપૂર્વક કામગીરી થશે. આ પ્રોજેક્ટની અમલીકરણ આગામી દિવસોમાં કદાચ ગુજરાત અથવા ભારત દેશની અંદર થઈ શકે તેવી શક્યતાઓ છે.અત્યારે વરસાદની સિઝનમાં મચ્છરજન્ય રોગચાળો ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયાના કેસ ઉતરોતર વધી રહ્યા છે. મચ્છરજન્ય રોગચાળાની અંદર ડોર ડુ ડોર જે આરોગ્ય સ્ટાફ છે તે સર્વે કરે છે. તેનાથી આગળ નવી ટેકનોલોજી ડ્રોન ટેકનોલોજીથી નવા જે સ્થળો શોધવાના છે તે જગ્યાએ વરસાદનું પાણી ભરાય છે. તેવા પાત્રો શોધી ડ્રોન ટીમ જુદા જુદા સપોર્ટ તૈયાર કરી આરોગ્યની ગ્રાઉન્ડ ટીમને આપશે તે ટીમ ઘરે ઘરે ફરીને પાણી ભરાઈ ગયા હોય તેવા પાત્રોને દૂર કરવામાં આવશે. ત્યારબાદ જે જગ્યા ઉપર આરોગ્ય સ્ટાફ જઈ શકતો નથી તેવી જગ્યાના જે સ્પોટ છે તેની અંદર ડ્રોન ટીમ દવાઓનો છંટકાવ કરશે. આશરે સાતથી દસ દિવસની અંદર કડી શહેરી વિસ્તાર અને નાની કડી વિસ્તારને સર્વે કરીને કામગીરી પૂર્ણ કરશે. આ શુભારંભ પ્રસંગે મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રહલાદ પરમાર, ધારાસભ્ય કરસન સોલંકી, કડી તાલુકા પંચાયતના પ્રમુખ અજીત પટેલ, પાલિકા પ્રમુખ ભરત પટેલ તાલુકા હેલ્થ ઓફિસર ડો.ધર્મેન્દ્ર પટેલ સહિતના આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.