સિધ્ધપુર તાલુકાના નાગવાસણ ગામે ગૌવંશનું કતલખાનું ઝડપાતાં સમગ્ર પંથકમાં અરેરાટી મચી

મહેસાણા
મહેસાણા

સિધ્ધપુર તાલુકાના નાગવાસણ ગામે ભાજપના રાજમાં ગૌવંશનું કતલખાનું ઝડપાતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી છે. નાગવાસણ ગામે આવેલ પાંજરાપોળ પાછળ ગૌવંશના કતલખાનાના દ્રશ્યો જોઈ શરીરના રૂંવાડા ઊભા થઈ ગયા હતા. પાંજરાપોળના ટ્રસ્ટીઓ ઉપર લોકોએ ફીટકાર વરસાવ્યો હતો. આ બાબતે સિધ્ધપુરના રૂદ્રેશ પંડ્યાએ નાગવાસણ ગામે આવેલ પાંજરાપોળમાં ગાયો તેમજ ગૌવંશની ગેરકાયદેસર રીતે કતલ કરી તેમજ ગાયો અને ગૌવંશને રીબાવી યોગ્ય સારવાર નહીં કરી હત્યા કરવા અંગે સિધ્ધપુર પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી છે. આ લેખિત રજૂઆતમાં રૂદ્રેશ પંડ્યાએ જણાવ્યું છે કે, નાગવાસણ પાંજરાપોળ સંસ્થા સરકારના ધારાધોરણ મુજબ નોંધાયેલી સંસ્થા છે. જ્યાં સરકાર તરફથી ગ્રાન્ટ મળતી હોય છે. તા.૧૦ ઓગસ્ટ ૨૦૨૩ ને બપોરે ૨:૦૦ વાગ્યાના સુમારે કતલખાને લઈ જવાતી છ ગાયોને બાતમીના આધારે ગૌ‌રક્ષકોએ પકડી પાડી હતી. ગાડીના ચાલકને પુછતા સંતોષકારક જવાબ મળ્યો ન હતો. ગાડીમાં ભરેલી ગાયો રીબાતી હતી. ગાયો ભરેલી ગાડીને લઈને નાગવાસણ પાંજરાપોળમાં અંદર જતાં ગાયો અને ગૌવંશની કતલ થયેલી ગાયોના હાડપિંજર અને અંગોના ઢગલા જોવા મળ્યા હતા. આ બાબતે પાંજરાપોળના માણસને પુછતા કહીં પણ કહેવાનું ટાળ્યું હતું. ઉપરોક્ત અરજદારે આ ઘટનાની તટસ્થ તપાસ કરી દોષિત સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી તેવી માંગ કરી છે. આ બાબતે રાજ્યના ગૃહ મંત્રી અને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકને જાણ કરાઈ છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપના રાજમાં ગૌમાતાની મોટા ઉપાડે વાતો કરતી ગતિશીલ ગુજરાત સરકારમાં આ બનાવ બને તે ખરેખર ધિક્કારને પાત્ર છે. સરકાર પાંજરાપોળમાં ગ્રાન્ટ આપતી નથી. ગ્રાન્ટ આપે છે તો પાંજરાપોળની આવી દુર્દશા કેમ ? કે પછી પારદર્શક વહીવટ નથી ? પશુના મોત માટે કોણ જવાબદાર સરકાર કે પછી પાંજરાપોળના ટ્રસ્ટીઓ ? ગુજરાત સરકાર દ્વારા મારી માટી મારો દેશ અંતર્ગત ઠેર ઠેર કાર્યક્રમો થઈ રહ્યા છે જ્યારે બીજી બાજુ પાંજરાપોળમાં ગાયોની આવી દુર્દશા ?


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.