ભાભર-સુઈગામ હાઇવે પર ઉબડ-ખાબડ ખાડાને લઇ વાહન ચાલકો પરેશાન

બનાસકાંઠા
બનાસકાંઠા

ભાભર-સુઇગામ હાઇવે પર ભારત પાકિસ્તાનની બોર્ડર વિસ્તારને જોડતો હાઇવે છે. પરંતુ છેલ્લા એક વર્ષથી ભાભરથી રૂની ગામ સુધી હાઇવે રોડ બિસ્માર બન્યો છે. જેને લઇ રોડ ઉબડ-ખાબડ તેમજ રોડ પર ખાડાને લઇ વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે. ભાભર થી સુઇગામ હાઇવે બોર્ડરને જોડતો રોડ હોઇ બીએસએફના વાહનોની અવર-જવર પણ જોવા મળે છે તેમજ રોડ પર ઉબડ-ખાબડ ખાડાને કારણે વાહન ચાલકોને પોતાના વાહનો ચલાવવા મુશ્કેલી સર્જે છે. તેમજ રોડ ઉપર ખાડાના કારણે કેટલીયવાર અકસ્માતો પણ સર્જાય છે. જેને લઇ ભાભર-સુઇગામ હાઇવે ગોઝારો બની રહ્યો છે. સ્થાનિકો તેમજ વાહન ચાલકોની માંગ છે. રોડને રીપેરીંગ કરી પેવર કામ કરવામાં આવે તેવી લોક માંગ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.