વિસનગરની કાંસા.એન.એ ગ્રામ પંચાયતમાં વિવધ કાર્યક્રમો યોજાયો

મહેસાણા
મહેસાણા

વિસનગરના કાંસા.એન.એ ગ્રામ પંચાયત ખાતે પણ મારી માટી મારો દેશ કાર્યકમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં વૃક્ષારોપણ કરી તથા શીલાફ્લકમનુ લોકાર્પણ કરી અમૃત વાટિકામાંથી માટી ભરી કળશને કાર્યકમના સ્થળે લાવવામાં આવ્યો હતો. જેમાં કાર્યકમમાં 10 જેટલા પોલીસકર્મી તેમજ નિવૃત્ત જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સરકારની વિવિધ યોજનાની માહિતી આપવામાં આવી હતી. જેમાં કાંસા.એન.એ પંચાયતના સરપંચ, તલાટી સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા.વિસનગરની કાંસા.એન.એ ગ્રામ પંચાયત ખાતે મારી માટી મારો દેશ અભિયાન અંતગર્ત કાર્યકમનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યકમની શરૂઆતમાં અમૃત વાટિકાના સ્થળે વૃક્ષારોપણ કરાયું હતું. ત્યારબાદ શીલાફ્લકમનુ લોકાર્પણ કરી દીવા અને માટી સાથે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. અમૃત વાટિકાથી કળશમાં માટી ભરીને કળશને કાર્યકમના સ્થળે લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ધ્વજવંદન તથા રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું.આ કાર્યકમમાં ઉપસ્થિત પદાધિકારીઓ, મહેમાનો તેમજ 10 જેટલા પોલીસકર્મી તેમજ નિવૃત્ત જવાનોનું સન્માન શાલ, બુકે અને તુલસીના છોડ દ્વારા કરવામાં આવ્યું હતું. સરકારની વિવિધ યોજનાઓ અટલ પેન્શન યોજના, PMJAY યોજના, પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ વગેરેની વિગતે માહિતી આપવામાં આવી હતી. જેમાં ગ્રામ સભામાં ઉપસ્થિતિ તમામને પંચપ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી અને સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જ્યાં મારી માટી મારો દેશ એક સેલ્ફી પોઇન્ટ પણ બનાવવામાં આવ્યો હતો. જ્યાં લોકોએ સેલ્ફીનો આનંદ લીધો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.