થરાદના જડીયાલીમાં ગૌ પ્રેમીઓ દ્વારા બીમાર આખલાને ગૌ હોસ્પિટલમાં દાખલ કરાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

જડીયાલીના ગૌપ્રેમી ભુવાજી સેંધાભાઈ રબારી ગામમાંથી ચાર દિવસ અગાઉ ખેતર તરફ જઇ રહ્યા હતા. ત્યારે તેમની નજર એક બીમાર હાલતમાં આખલો તડકામાં તરફડીયા મારી રહ્યો હતો.તેઓ સેવા ચાકરી કરી હતી છતાં તબિયતમાં કંઈ સુધારો ના આવતા ત્રીજા દિવસે ભક્ત પાવડાસણના વસંતભાઈ દેસાઈની મદદથી રાજારામ ગૌશાળા અેન્ડ ગૌ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ સેવાકીય કાર્યમાં ચેલાભાઈ રબારી, રમેશભાઈ બારોટ, ગણપતભાઈ ઠાકોર, વિહાભાઈ ખાંભલા, જડીયાલી ગામના ગૌપ્રેમી લોકોનો સહયોગ રહ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.