બનાસકાંઠા વાવમાં બે યુવકોને જાહેરમાં ઢોર માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો વાયરલ થયો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા વાવમાં બે યુવકોને જાહેરમાં ઢોર માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. બનાસકાંઠાના વાવમાં યુવતીને મેસેજ કરવાના આરોપમાં બે યુવકોને બાંધીને માર મારવામાં આવ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે સ્થાનિકોએ બે યુવકોને દોરડા થી બાંધી દીધા હતા અને ત્યારબાદ તેને માર મારતા હતા. યુવતીના પરિવારજનોએ માર માર્યાનો આરોપ લાગી રહ્યો છે.વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બે યુવકોને દોરડાથી બાંધવામાં આવ્યા છે અને બાદમાં મહિલા અને પુરુષો લાકડી તેઓને ફટકારી રહ્યા છે. યુવકોને પગે સાંકળથી તેમજ કમરના ઉપરના ભાગે દોરડાંથી બાંધવામાં આવ્યા હતા. વાવનો યુવક યુવતીને તેના ગામમાં મળવા ગયો હતો. ત્યારે યુવતીના પરિવારજનોએ તેમને પકડી લેતા યુવકને માર મારવામાં આવ્યો હતો. વાયરલ વીડિઓને લઇને હજુ સુધી કોઇ ફરિયાદ નોંધાઇ નથી. બનાસકાંઠામાં અનેક વાર યુવકોને પકડીને માર મારવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.