ધરોઇના ઉપરવાસના વિસ્તારમાં રાજસ્થાન બનાવશે ડેમ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા: રાજસ્થાનના સિહોરી, પાલી અને જાલોર જિલ્લાની પાણીની સમસ્યાને ધ્યાનમાં રાખીને રાજસ્થાન સરકાર દ્વારા નવા 2 ડેમ બનાવવાના ટેન્ડર પાસ કર્યા છે. જો રાજસ્થાન સરકાર ધરોઈના ઉપરવાસમાં આ ડેમ બનાવવામાં આવે તો રાજસ્થાનથી ગુજરાત આવતું પાણી અટકી શકે છે. આ મુદ્દાને લઈને રાજસ્થાન અને ગુજરાતમાં રાજકારણ શરૂ થયું છે.રાજસ્થાને તો ડેમ બનાવવાને લઈને જવાઈ રિચાર્જનું કામ શરૂ પણ કરી દીધું છે. જવાઈ ડેમ સુધીની 10 હજાર 33 હેક્ટર જમીનમાં સંપાદનની પ્રારંભિક કામગીરી પણ શરૂ કરી દીધી છે અને સાડા 3 વર્ષમાં ડેમ બનાવવાની કામગીરી પૂર્ણ થાય તે માટે 1 હજાર 155 કરોડના ટેન્ડર પાસ કર્યા છે. જેમાં હૈદરાબાદની PESએન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. જો આ 2 ડેમ બને તો રાજસ્થાનના 3 જિલ્લાના લોકોને સીધો ફાયદો થાય. જેને લઈને રાજસ્થાનના પૂર્વ MLA સમરજીત સિંહે પ્રતિક્રિયા આપી અને કહ્યુ કે, આ પાણી રાજસ્થાનનું છે અને રાજસ્થાનને આ પાણીનો ફાયદો મળવો જ જોઈએ. ગુજરાત પાસે તો ઘણુ પાણી છે. સાબરમતી નદીનું પાણી ડેમ સુધી આવે તે વખતની સંધી થયેલી છે. સંધી કે કરાર વિરૂદ્ધ કોઈપણ સરકાર જઈ શકે નહીં અને સાબરમતીનું પાણી કોઈપણ સરકાર રોકી શકશે નહીં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.