અમીરગઢ હાઇવે પરથી પોલીસે દારૂનો જથ્થો ભરેલી ગાડી સાથે ચાર ઈસમોને ઝડપી પાડ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

અમીરગઢના કિડોતર ગામની સીમમાં હાઇવે રોડ ઉપરથી પોલીસે એક ગાડીમાંથી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમી આધારે નાકાબંદી કરી આબુરોડ તરફથી શંકાસ્પદ ગાડી આવતા તેને રોકી ચેક કરતા ગાડીમાંથી દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે ચાર ઈસમોની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.અમીરગઢ ચેકપોસ્ટ બોર્ડર પરથી અવાર નવાર દારૂ ઝડપાતો હોય છે. ત્યારે આજે અમીરગઢ પોલીસ સ્ટાફ પ્રોહીબિશન લગત પેટ્રોલીંગમાં હતા. દરમિયાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, એક ગાડી દારૂનો જથ્થો ભરી આબુરોડ-પાલનપુર હાઈવે તરફ આવી રહી છે, જે બાતમી હકિકત આધારે કિડોતર ગામની સીમમાં આબુરોડ-પાલનપુર હાઈવે ઉપર પોલીસે નાકાબંધી કરી હતી. દરમ્યાન પંચોના માણસો સાથે નાકાબંધીમાં હતા તે દરમ્યાન બાતમી હકકિત વાળી ગાડી આવતાં રોકાવી તપાસ કરતા ગાડીમાંથી દારૂ મળી આવ્યો હતો.ગાડીની ડેકીમા દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ બીયર સહીત કુલ 1 લાખ 37 હજાર 965 મુદ્દામાલ પોલીસે કબ્જે કરી (1) પરમવિરસિંહ ગણપતસિંહ ચાવડા રહે. બહ્માણી નગર સોસાયટી સિધ્ધપુર હાઈવે પાટણ (2) અજીતસિંહ બળદેવજી રાઠોડ રહે.વસુંધરા પાર્ક સોસાયટી અંબાજી નેળીયુ પાટણ (3) પાર્થ સંજયભાઈ ચોકસી સૌની જલારામ મંદીર ટેલીફોન એક્ષચેન્જની સામે સ્ટર્લીંગ પાર્ક સોસાયટી પાટણ (4) અનીકેતસિહ પ્રવિણસિંહ પરમાર રહે.જયવીર નગર સોસાયટી જુના બસ સ્ટેશન ત્રણ રસ્તા પાટણ વાળાને ઝડપી પાડ્યા હતા. ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ગેરકાયદેસર વગર પાસ પરમીટના મુદામાલ સાથે હેરાફેરી કરી મળી આવી પકડાઈ ગયેલ ઇસમો વિરૂધ્ધ ધી પ્રોહીબીશન એક્ટ મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.