ધારાસભ્ય કેશાજી ચૌહાણની માંગ સાથે નીકળેલી ખેડૂતોની યાત્રા દુંગાવાડા રાતાવાસો કરી આગળ વધી

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠાના દિયોદરથી ગાંધીનગર ખેડૂતોની નીકળેલી ન્યાય યાત્રાનો આજે બીજો દિવસ થયો છે. જેમાં શિહોરીના દુંગાવાડાથી ખેડૂતોની બીજા દિવસે પ્રારંભ કર્યો છે. પોલીસ બંદોબસ્ત સાથે મોટી સંખ્યામાં ખેડૂતો કુચ કરી ગાંધીનગર તરફ આગળ વધી રહ્યા છે.​​​​​બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં 7મી ઓગસ્ટે અટલ ભૂજળ જળ યોજના અંતગર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કેશાજી ચૌહાણ અને અધિકારીઓની હાજરીમાં ખેડૂત આગેવાન અમરાભાઇ ચૌધરીએ દિયોદરના ખેડૂતોની સમસ્યાના સવાલો કર્યા હતા. આ કાર્યક્રમ પૂરો થયા બાદ અમરજી ઠાકોર નામની એક વ્યક્તિએ અમરાભાઈ ચૌધરીને જાહેરમાં બે લાફા ઝીંકી દીધા હતા, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયમાં વાઇરલ થયો હતો. આ મામલે અમરાભાઈએ આક્ષેપ લગાવ્યો હતો કે ધારાસભ્યના સમર્થકે તેમના પર હુમલો કર્યો હતો, જે બાદ હુમલો કરનારી વ્યક્તિ સામે દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. અમરત ઠાકોર સામે ફરિયાદ નોંધાતાં પોલીસે તેની ધરપકડ કરી હતી, જોકે તેને જામીન મળી ગયા છે.ખેડૂત આગોવાનને જાહેરમાં થપ્પડ મારતાં દિયોદરના ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો, જેને લઇને 8મી ઓગસ્ટે 5 તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં દિયોદરની પ્રાંત કચેરીએ એકઠા થયા હતા અને પ્રાંત કચેરીમાં ધરણાં કરીને રજૂઆત કરી હતી. જ્યારે ગઇકાલે વહેલી સવારે ખેડૂતોની સણાદરના અંબાજી મંદિરે બેઠક મળી હતી. બેઠકમાં ગાંધીનગર સુધી પદયાત્રા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ધારાસભ્યના રાજીનામાની માંગ સાથે દિયોદરના સણાદરથી ખેડૂત આગેવાન અમરાભાઇ ચૌધરી અને ખેડૂતનેતા પાલ આંબલિયાની આગેવાનીમાં ગઇકાલે પદયાત્રાની શરૂઆત કરી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટરો લઇને જોડાયા છે, જેમનું ગામેગામ સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને ગામેગામથી ખેડૂતો આ પદયાત્રામાં જોડાઇ રહ્યા છે. આ યાત્રા 18મી ઓગસ્ટે ગાંધીનગર પહોંચીને સીએમ ઓફિસમાં રજૂઆત કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.