મોડાસા તાલુકાના ટીંટોઇ ગામના અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી

અરવલ્લી
અરવલ્લી

જેમ-જેમ સમય જાય એમ વસ્તી વધારો થતો જાય છે અને વધતી જતી વસ્તીને વહીવટી કામકાજમાં પહોંચી વળવા માટે વસ્તી અને ગામના ધોરણે અલગ તાલુકો બનાવીને યોગ્ય વહીવટી વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવવામાં આવતી હોય છે. ત્યારે મોડાસા તાલુકાના સૌથી મોટા ટીંટોઇ નગરને તાલુકો બનાવવા ગામના અગ્રણીઓએ માંગ કરી છે.મોડાસા તાલુકાનું સૌથી મોટી વસ્તી ધરાવતું ટીંટોઇ ગામ 12 હજારની વસ્તી ધરાવે છે. જે જિલ્લાનું સૌથી મોટું વસ્તી ધરાવતું ગામ છે. ટીંટોઇના પોલીસ સ્ટેશનમાં 60 ગામડાઓનો સમાવેશ કરેલ છે. જ્યારે ટીંટોઇના માર્કેટયાર્ડમાં 70 ગામડાઓનો સમાવેશ કર્યો છે. ગામમાં એસબીઆઈ,અને બીઓબી બેન્કની શાખા પણ છે. પોસ્ટ ઓફીસમાં પણ ત્રણ તાલુકાના ગામડાઓનો સમાવેશ કરેલ છે. ટીંટોઇ પોસ્ટ ઓફીસમાં અલગ 383250 પીનકોડ પણ આપેલ છે.સાબરકાંઠા જિલ્લો હતો ત્યારથી ટીંટોઇને અલગ જિલ્લા પંચાયત સીટ ફાળવેલ છે. ટીંટોઇમાં રેલવે સ્ટેશન છે યુજીવીસીએલ દ્વારા 54 ગામડાઓમાં પૂરતો વીજ પ્રવાહ પહોંચાડવા માટે અલગ સબ સ્ટેશન પણ છે. 1951ની વસ્તી આધારે જ્યારે નવા મેઘરજ, ભિલોડા અને બાયડ તાલુકાઓની રચના કરી ત્યારે પણ ટીંટોઇ ગામની આ ત્રણે તાલુકાઓ કરતા વધુ વસ્તી હતી તેમ છતાં તાલુકો બનાવવામાં આવ્યો નથી. ત્યારે હવે લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ટીંટોઇને તાલુકાનો દરજ્જો મળે એવી ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.