સાબરકાંઠા જિલ્લાના ચાંદનગર વિસ્તાર દરગાહ પાસે ઝાડી જાખરામાં સ્થાનિકોને દીપડો દેખાયો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આજે બપોર બાદ શહેરના ચાંદનગર વિસ્તારમાં આવેલી દરગાહ પાસેના કબ્રસ્તાનના વિસ્તારની ઝાડીઓમાં સ્થાનિકો દીપડાને ઝાડીઓમાં દોડતો દેખ્યો હતો. જેને લઈને સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી. જેથી વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે આવી પહોંચીને ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. ત્યારે જોનારને પૂછ્યા બાદ વન વિભાગે કહ્યું જંગલી પ્રાણી હોઈ શકે છે. પાંજરે પુરવા માટે મારણ સાથે પાંજરું મુક્યું અને વન વિભાગના ચાર કમર્ચારીઓ રાત્રે સ્થળ પર હાજર રહ્યા છે હિંમતનગરના ચાંદનગર વિસ્તારમાં હાથમતી નદી કિનારે આવેલ ચાંદ શહીદ બાવાની દરગાહ પાસે કબ્રસ્તાન વિસ્તારમાં ઝાડીઓમાં બે અલગ અલગ સ્થળે ગુરુવારે બપોરે સાડા ત્રણ વાગ્યાના સમયે દરગાહ પર આવેલા હતા. સ્થાનિકો પૈકી દીપડાને નજરે દેખનાર બબલુ અન્સારી, ઇમરાન નાગોરી, અઝીઝઝૂલ મલેક અને ઇજાજ વોરા ઝાડી જાખરા વચ્ચે દીપડો દોડતો જોયો હતો અને દીપડાની ત્રાડ પણ સાંભળી હતી. તો ઝાડી જાખરા વચ્ચે અંદર પ્રવેશીને ફૂટમાર્ક જોયા હતા. આ વિસ્તારમાં દીપડો હોવાના સમાચાર વાયુવેગે વિસ્તાર સહીત શહેરમાં પહોચી ગયા જેને લઈને વિસ્તારમાં દરગાહ બહાર ટોળા એકઠા થવાના શરુ થયા હતા.બીજી તરફ દીપડાને વન વિભાગે પણ ઘટના સ્થળે આવી પહોંચી દીપડો દેખનારાની પૂછપરછ કરી ત્યારે વન વિભાગ વાતો અને ફૂટ માર્ક પરથી ઝરખ હોવાની વાત બહાર આવી હતી. જેને લઈને વન વિભાગે પણ કહ્યું કે કોઈ પણ જંગલી પ્રાણી હોઈ શકે છે. તેવું ACF વી.આર.ચૌહાણ, ACF એચ.કે.પંડ્યા અને રાયગઢ રેન્જના RFO અનિરુદ્ધસિંહ સિસોદિયાએ જણાવ્યું હતું. અને જંગલી પ્રાણી દેખાયું હતું તે સ્થળે મારણ સાથે ગુરુવારે રાત્રે પાંજરું મુક્યું છે. બીજી તરફ ચાર વન કર્મીઓ રાત્રે આ સ્થળે હાજર રહ્યા છે. ઉપરાંત આસપાસના વિસ્તારમાં પણ વન વિભાગ દ્વારા પરબડા, ભોલેશ્વર સહિતના નદી કિનારાના વિસ્તારોમાં આ અંગે જાણ કરી સાવચેત પણ કરવામાં આવ્યા છે.બીજી તરફ હિંમતનગરના પોલીસ હેડ ક્વાર્ટસ પાછળ નદી કિનારે આવેલ ઘોડા ફાર્મમાં એક ઘોડા પર રાત્રી દરમિયાન અને વહેલી સવારે મોઢાના ભાગે ઈજાઓ જોવા મળી હતી. જેને લઈને હેડ ક્વાર્ટસ અધિકારીઓ દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.