ઉંબરી-કંબોઈ બ્રિજ પર ખિલાસરી દેખાતાં ટ્રેનોની ગતિ 20 કરી : માલગાડીની અવર-જવર બંધ કરાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

કંબોઇ પાસેની બનાસ નદી પરના રેલ્વે બ્રિજના નીચેના પિલ્લરોમાં ખિલાસરી દેખાયાની ઘટનાનો 10 ઓગસ્ટના રોજ અહેવાલ પ્રકાશિત થયા બાદ બ્રિજ પરથી પસાર થતી ટ્રેનોની ગતિ પ્રતિ કલાક 20 ની કરી દેવાઈ છે.જ્યારે માલગાડી બંધ કરી દેવામાં આવી છે.બીજા દિવસે પણ રેલવેની ટેકનિકલ ટીમ દ્વારા નિરીક્ષણ હાથ ધરાયું હતું.કાંકરેજ તાલુકામાંથી પસાર થતી બનાસ નદી પર બનાવેલ રેલ્વેનો બ્રિજને હજુ વધુ સમય પણ થયો નથી ત્યારે 29 જુલાઈએ બનાસ નદીમાં આવેલું પાણી ધીમે ધીમે ઓછું થતા બ્રિજના સળિયા દેખાવા લાગ્યા હતા.પાટણ,મહેસાણા રેલ્વેના કર્મચારીઓ દ્વારા સ્ટેન્ડ કેમેરાના સાધનો દ્વારા ટ્રેકની ઊંચાઈના ફેરફાર થયો છેકે કેમ તેનું બારીકાઇથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત નદીના પટમાં જ્યાં પાણી નથી તે તમામ પિલ્લરનું નજીકથી નિરીક્ષણ ચાલી રહ્યું છે. પાટણથી ભીલડી તરફ અને ભીલડીથી પાટણ તરફ માત્ર 4 પેસેન્જર ટ્રેનો જ ચલાવવામા આવી રહી છે.ઉપરાંત બ્રિજ પર ટ્રેનની ગતિ પર રોક લગાવી પ્રતિ કલાક 20 કિમીની ઝડપ જ નિર્ધારિત કરવામાં આવી છે. જયારે આ બ્રિજ પર ભારે માલવાહક ટ્રેનો સદંતર બંધ કરવામાં આવી છે. બીજીબાજુ પાટણના સામાજિક કાર્યકર અરુણકુમાર સાધુએ બ્રિજની ખીલાસરી દેખાતા આ અંગેનુ ટવીટ કરીને પી.એમ.ઓ ,રેલવે કેબિનેટ મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવ, રેલવે રાજ્ય મંત્રી, જી.એમ. વેસ્ટર્ન રેલ્વે મુંબઈ ,ડી.આર.એમ. અમદાવાદને ભાસ્કરના અહેવાલ સાથે રજૂઆત કરતા તાત્કાલિક અસરથી ડી.આર.એમ .અમદાવાદ અને જી.એમ વેસ્ટર્ન રેલ્વે મુંબઈએ બ્રિજના સમારકામ માટે રેલ્વે તંત્ર દ્વારા કામગીરી ચાલુ કરવામાં આવી છે તેવું જણાવ્યું હતું.નામ ન આપવાની શરતે રેલવે વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે “કોન્ટ્રાક્ટર દ્વારા લાપરવાહી દાખવવામાં આવી છે કે કેમ તે કહેવું અત્યારે વહેલું છે જ્યાં જ્યાં પિલ્લર નીચે પાણી નથી ત્યાંથી સેમ્પલ લઈને લેબમાં મોકલવામાં આવ્યા છે. તેના રિપોર્ટ આવ્યા બાદ જ વધુ ક્લિયર થશે.​​​​​​​રેલવેના ડી આર એમ સુધીર શર્માએ અમદાવાદ ખાતે મીડિયાને જણાવ્યું હતું કે ” 100 નંબરનો પુલ છે જેની નીચેથી પાણી ઓસરતા પિલ્લર ક્ષતિગ્રસ્ત જણાયા બાદ એક્સપર્ટ ટેકનીકલ નિરીક્ષકોની ટીમ બે દિવસથી સ્પોટ ઉપર છે અને ટેકનિકલ ઇન્વેસ્ટીગેશન થઈ રહ્યું છે. જે પૂર્ણ થયા બાદ તેનું ડેટા એનાલિસિસ થશે. ટ્રેક પેરામીટર માર્કિંગ પણ કરાઈ રહ્યું છે. સાવચેતીના પગલે પેસેન્જર ટ્રેનની ગતિ પ્રતિ કલાક 20ની કરાઈ છે અને ગુડઝ ટ્રેન રોકવામાં આવી છે. ગુડઝ ટ્રેન ક્યારે શરૂ થશે એ કહેવું અઘરું છે. ડેટા એનાલિસિસ થયા બાદ નિર્ણય લઈશું.બ્રિજના નીચેના ભાગમાંથી મોટા પાયે રેતીનું ખનન કરવામાં આવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. તેવામાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે “નદીમાં અંદરની સાઈડ જ્યાં ટ્રકોને અવર-જવર કરવા માટે રસ્તો બનાવવામાં આવ્યો છે ત્યાં રેતી ઉજવવામાં આવે છે પરંતુ બ્રિજની આજુબાજુ 590 મીટર સુધી ખનન કાર્યને મંજૂરી નથી એટલે ત્યાંથી કોઈ રેતી લેતું નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.