ડીસામાં મારી માટી મારો દેશ કાર્યક્રમના આયોજન માટે બેઠક યોજાઇ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠાના ડીસામાં આજરોજ નાયબ કલેકટર કચેરી ખાતે મારી માટી મારો દેશ, માટીને નમન વીરોને વંદન અભિયાન અંતર્ગત બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં તાલુકાના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમના સફળ બનાવવા માટે ચર્ચા વિચારણા કરી હતી.મારી માટી મારો દેશ માટીને નમન વીરોને વંદન કાર્યક્રમ સમગ્ર દેશભરમાં ઉજવાઈ રહ્યો છે. ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દરેક જગ્યાએ તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત આજે ડીસા નાયબ કલેક્ટર કચેરી ખાતે પણ ખાસ બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં નાયબ કલેક્ટર નેહા પંચાલ, તાલુકા વિકાસ અધિકારી રુબી રાજપુત સહિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ ગામના સરપંચો અને આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા માટે ચર્ચા કરી હતી.ડીસામાં ગ્રામ્ય કક્ષાએ 13 ઓગસ્ટ અને તાલુકા કક્ષાએ 20 ઓગસ્ટના રોજ મારી માટે મારો દેશ કાર્યક્રમ યોજાશે. જેમાં 20 ઓગસ્ટ યોજનાર તાલુકા કક્ષાના કાર્યક્રમમાં જોરાપુરા ગામ ખાતે તમામ ગામના નામ સાથે કલરફુલ કળશ ગોઠવી ભારત માતાનું ચિત્ર બનાવી લોકોનો દેશ પ્રત્યેનો પ્રેમ, વફાદારી નિષ્ઠા અને સાહસિકનું વર્ણન થાય તેવું આયોજન કરાયું છે. આ આયોજન માટે તમામ કર્મચારીઓ ગામના સરપંચો અને આગેવાનોએ સાથે મળી સહકાર આપે અને કાર્યક્રમને સફળ બનાવવા માટે નાયબ કલેક્ટરે અપીલ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.