અરવલ્લીના માલપુરમાં કાર્યક્રમને લઈ વહીવટી તંત્રએ તૈયારીઓ શરૂ કરી

અરવલ્લી
અરવલ્લી

લોકસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવતી જાય છે. એમ વહીવટી તંત્ર પણ વિકાસના કામોના ભૂમિ પૂજન અને લોકાર્પણ કાર્યક્રમો દ્વારા જનતાનો વિશ્વાસ જાળવી રાખવા માટે કમર કસી છે. ત્યારે આગામી 12 તારીખે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અરવલ્લીની મુલાકાતે આવવાના છે.આગામી 12 તારીખે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અરવલ્લી જિલ્લાના માલપુર અને વાત્રક ખાતે ઉપસ્થિત રહેનાર છે. ત્યારે તેમના આગમનને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચોમાસાની સિઝન હોવાથી 5 હજાર લોકો ઉપસ્થિત રહી શકે એટલો વિશાળ ડોમ તૈયાર કરાયો છે. ચોમાસાના લીધે વરસાદી પાણી ન ભરાય તે માટે પણ વોટરપ્રુફ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. વાહન પાર્કિંગની પણ ઉત્તમ વ્યવસ્થા કરાઈ છે.મુખ્યમંત્રી જ્યારે આગામી 12 તારીખે માલપુર મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે તેઓ માલપુર ખાતે નવીન આકાર પામેલા તાલુકા પંચાયત ભવનનું લોકાર્પણ, માલપુર તાલુકામાં તળાવો ભરવાની યોજનાનું ભૂમિ પૂજન, ધનસુરા-રોજડ-દહેગામ ફોરલેન રોડનું ભૂમિ પૂજન, ખેડૂતલક્ષી યોજનાનું લોકાર્પણ, તેમજ વાત્રક ખાતે આંખની હોસ્પિટલનું પણ લોકાર્પણ કરવાના છે. ત્યારે તમામ બાબતને લઈ વહીવટી તંત્ર સજ્જ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.