હિંમતનગરમાં પાલિકા દ્વારા અટલ ઓક્સીજન પાર્કમાં મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાયો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં નગરપાલિકા દ્વારા અટલ ઓક્સીજન પાર્કમાં મારી માટી મારો દેશ કાર્યક્રમ આજે યોજાયો હતો. આ કાર્યક્રમમાં હિંમતનગરના ધારાસભ્ય અને કલેકટર ઉપસ્થિત રહ્યા હતા. ભારત દેશની સ્વતંત્રાના 75માં વર્ષની ઉજવણી સમગ્ર દેશમાં ભારત સરકાર તથા ગુજરાત સરકારના વિવિધ મંત્રાલય દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે. ત્યારે માતૃભૂમિની માટી માટે જીવવું અને મરવું એ એક રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. જે અંતર્ગત મેરી માટી મેરા દેશ નામનો કાર્યક્રમ હિંમતનગર નગરપાલિકા દ્વારા ગુરુવારે કાટવાડ રોડ ઉપર આવેલા STP પ્લાન્ટની બાજુમાં અટલ ઓક્સિજન પાર્કમાં યોજાયો હતો.આ કાર્યક્રમમાં મિટ્ટીયાત્રા, સિલાફલકમ સમર્પણ, પંચપ્રાણ પ્રતિજ્ઞા સેલ્ફી, વસુધાવંદન, ધ્વજવંદન તથા રાષ્ટ્રગાન સહિતના વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. તો ધારાસભ્ય, કલેકટર અને આમંત્રિત મહેમાનોના હસ્તે શહેરના સાત લોકોનુ શાલ ઓઢાડી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર નૈમિષ દવે, ધારાસભ્ય વી.ડી.ઝાલા, પાલિકા પ્રમુખ યતિનીબેન મોદી, બાંધકામ ચેરમેન અમૃતભાઈ પુરોહિત, હિંમતનગર નાગરિક બેંકના ચેરમેન હિરેનભાઈ ગોર, ભાજપના નિર્ભયસિંહ રાઠોડ, ગોપાલસિંહ રાઠોડ, પાલિકાના ચીફ ઓફિસર અલ્પેશભાઈ પટેલ, અનિરુદ્ધભાઈ પટેલ, પાલિકાના વિવિધ સમિતિઓના ચેરમેનો, સદસ્યો, નગરપાલિકાના પદઅધિકારીઓ તથા પાલિકા કર્મચારીઓ હાજર રહીને મેરી માટી મેરા દેશ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.