બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલ્ટો, અમીરગઢ, ઈકબાલગઢ સહિતમાં વરસાદી ઝાંપટા

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. આજરોજ અમીરગઢ, ઈકબાલગઢ સહીત ગ્રામીણ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. લાંબા વિરામ બાદ વરસાદની શરૂઆત થતા જ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા શરૂ થયા છે. અમીરગઢ ઈકબાલગઢ ધનપુરા જાંજરવા આંબાપાણી સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે. જિલ્લાના કેટલાક વિસ્તારમાં ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો હતો. અમીરગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હળવો વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે થી ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને દિવસભર વાદળછાયુ વાતાવરણ વચ્ચે જિલ્લાના કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ શરૂ થઈ ગયો હતો. ધીમી ધારે વરસાદ વરસતા હાઇવે પરના માર્ગો પર પાણી ફળી વળ્યા હતા. બીજી તરફ લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.