મેઘરજમાં 132 આંગણવાડી કેન્દ્રોમાં માતૃવંદના કાર્યક્રમનું આયોજન કરાયું

અરવલ્લી
અરવલ્લી

રાજ્ય સરકારના બાળ કલ્યાણ વિભાગ દ્વારા આઇસીડીએસ આંગણવાડી કેન્દ્રો પર પોષક આહારના પેકેટો દ્વારા લાઈવ રસોઈ શો યોજીને સગર્ભા અને ધાત્રી લાભાર્થીઓને સમજાવી લાભ આપવાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે મેઘરજમાં પણ માતૃવંદના કાર્યક્રમ યોજાયો હતો.મેઘરજ આઇસીડીએસ ઘટક – 2 દ્વારા માતૃ વંદના કાર્યક્રમ યોજાયો. જેમાં તાલુકાની 132 આંગણવાડી કેન્દ્રો પર લાઈવ રસોઈ શો યોજાયો હતો. જેમાં અલગ-અલગ પોષક આહારો જેવા કે માતૃ શક્તિ, બાલ શક્તિ અને પૂર્ણાં શક્તિના પેકેટોમાંથી અલગ અલગ વાનગીઓ બનાવી તાલુકાની સગર્ભા બહેનો, ધાત્રી બહેનો સુધી આ વાનગીઓ વિશે સમજ આપીને લાભો પહોંચાડવા માટે તમામ આંગણવાડી કાર્યકર બહેનો નાના ભૂલકાઓને સમજાવવામાં આવ્યું હતું.આમ આઇસીડીએસ વિભાગ દ્વારા માતૃ વંદના હેઠળ માહિલાઓ માતાઓ માટે જાગૃતિ લાવવા અનેરો કાર્યક્રમ યોજાયો હતો.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.