વિસનગરમાં સદુથલા ગામેથી જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા

મહેસાણા
મહેસાણા

વિસનગરમાં શ્રાવણીયો જુગાર જામ્યો છે. જેમાં પોલીસે પણ જુગાર રમતા જુગારીઓ સામે લાલ આંખ કરી છે. વિસનગર શહેર પોલીસે બાતમીના આધારે સદુથલા ગામના વચલા ઠાકોરવાસમાં રેડ કરી લાઈટના અજવાળે જુગાર રમતા 6 શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં પોલીસે 23550 રૂપિયાની રોકડ કબજે લઇ ઝડપાયેલા તમામ શખ્સો વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. વિસનગર શહેર પોલીસ સ્ટેશનના PIએસ.એસ.નિનામા, ASI બળવંતસિંહ સહિતના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મહેસાણા ચોકડી પાસે આવતા બાતમી મળી હતી કે, ઠાકોર કાળુજી ગગાજી (રહે. સદુથલા, વચલો ઠાકોરવાસ)ઘરવાળો ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો સાથે ભેગા મળી જુગાર રમે છે છે. તે આધારે શહેર પોલીસે ઘટનાસ્થળે જઈ રેડ કરતા લાઈટના અજવાળે જુગાર રમતા ઈસમો ભાગવા જતા 6 શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં પોલીસે ઠાકોર કાળુજી ગગાજી, વિષ્ણુભાઇ લવજીભાઇ દેવીપૂજક, રાહુલકુમાર રાજુજી રાજપૂત, મોતીજી કાળુજી ઠાકોર, રાયમલજી રમેશજી ઠાકોર, સુરેશજી મફાજી ઠાકોરને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.