મહેસાણા સિવિલના નવા બિલ્ડિંગ કન્સ્ટ્રકશન સાઈડ પર 7 પાત્રોમાં મચ્છરના બ્રિડીગ મળી આવ્યાં

મહેસાણા
મહેસાણા

મહેસાણાની સિવિલ હોસ્પિટલના નવા બીલડીગ કન્સ્ટ્રકશન સાઈડ પર 7 પાત્રોમાં મચ્છરના બ્રિડીગ મળી આવ્યાં હતા. જેથી કોન્ટ્રાક્ટરને 7 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લા મેલેરિયા અધિકારી ડો. તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો. જિલ્લા સુપરવાઇઝર અને અર્બન માનવ આશ્રમના સ્ટાફ સાથે રાખી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં વાહક જન્ય રોગ નિયંત્રણ અંતર્ગત પાણીથી ભરાઈ રહેલ પાત્રોની તપાસ કરી હતી.જેમાં સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડીંગનું કામ ચાલુ હોય તેનું સર્ચ કરતા વિસ્તારમાં કુલ 24 પાત્રો પાણીથી ભરાયેલ મળી આવ્યા હતા. આ પાત્રોમાંથી સાત પાત્રોમાં મચ્છરોના બ્રિડીંગ મળ્યા હતા. જે વાહક જન્ય રોગ ફેલાવી શકે છે. જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા થઈ શકે છે. કોન્ટ્રાક્ટર ડી એચ. પટેલ મેસર્સને અગાઉ સર્ચ દરમિયાન નોટિસ આપેલ હતી તેમ છતાં મચ્છરોના બ્રિડીંગ મળતાં આજરોજ તેમને નોટિસ તેમજ રૂ.7 હજારનો દંડ ફટકારી સ્થળ ઉપર વસૂલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તાકીદ કરાઈ છે કે હવે પછી આ પ્રકારના બ્રિડીંગ જોવા મળશે તો 3 ગણો દંડ વસૂલ કરવામાં આવશે.વધુમાં કન્સ્ટ્રક્શન સાઈટમાં ફોગીંગ મશીન રાખવું અને ઓઇલ નો છંટકાવ કરવો જેવા સૂચનો પણ કરેલ છે જેથી રોગચાળો અટકાવી શકાય એમ ડો. વિનોદ પટેલ ઇએમઓ અને ડીએમઓ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.