અંબાજીમાં પુણ્યતીથિએ 1811 રક્તદાતાઓએ રકતદાન કર્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

અંબાજી અંબાજીમાં બુધવારે દાંતા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ એલ.કે.બારડના સ્વ.ધર્મપત્નીની સાતમી પૂણ્યતીથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં તાલુકામાં સૌ પ્રથમવાર કહી શકાય એવું 1811 ખ દાતાઓએ રક્તદાન કર્યુ હતું. ભવાની સ્કૂલ ઓફ નર્સિંગમાં ગતરોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.દાંતા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમૂખ અને તાલુકાના શિક્ષણ જગતના શિલ્પી એવા એલ.કે.બારડના પત્ની પુષ્પાબા બારડની સાતમી પૂણ્યતીથિએ યોજાયેલા પ્રેરણાદાયી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિન્દુ-મુસ્લિમ રકતદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં રકતદાન કરનાર દાતાઓને એક ચાંદીનો સિક્કો, પાંચ-લાખનું વીમા કવચ સહિત જમવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ અંગે એલ.કે.બારડે જણાવ્યું હતું કે તમામ રક્તદાતાઓને સર્ટિ આપવામાં આવ્યા છે. જેને લઈને અડધી રાત્રે પણ ક્યારેક જરૂર પડે તો દાતાઓને રક્ત મળી શકશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.