પાટણ જિલ્લાના 8 અને બનાસકાંઠાનાં બે મળી નાસતા ફરતા કુલ 10 આરોપીને એલસીબીની ટીમે ઝડપી પાડ્યા

પાટણ
પાટણ

પાટણ જિલ્લાનાં વિવિધ પ્રકારનાં સંખ્યાબંધ ગુનાઓમાં ઘણા સમયથી નાસતા ફરતા આઠ અને બનાસકાંઠાના બે મળી કુલ 10 આરોપીઓને પોલીસે પકડી પાડ્યા હતા. જયારે રાજસ્થાનનો એક નાસતો ફરતો આરોપી મૃત્યુ પામેલો હોવાથી તેનું નામ નાસતા ફરતા આરોપીમાંથી કમી કરવાની તજવીજ પાટણ એલસીબી પોલીસે હાથ ધરી છે.પોલીસે પકડેલા આરોપીઓમાં રાધનપુરનાં 2017 નાં દારૂનાં કેસનો ભવરલાલ જોધારામ બિશ્નોઇ રે. સાંકડ, તા. સાંચોર, રાજસ્થાન, હારીજ પોલીસનો દારૂનો આરોપી રાજુરામ ઉર્ફે પપ્પુરામ ઠાકરારામ બિશ્નોઇ (ભંગુ) રે. રાજવીરનગર, તા. સાંચોર તથા ચાણસ્મા-હારીજ અને શંખેશ્વરનાં 2021-22નાં દારૂનાં ચાર કેસોનો આરોપી બિરબલ ઉર્ફે વી.પી. સિંગ કિશનારામ બિશ્નોઇ રે. કોટડા, તા. રાણીવાડા, રાજસ્થાન, સમી પોલીસનાં દારૂનાં 2016નાં કેસનાં મોહનલાલ ઠાકરારામ બિશ્નોઇ રે. સેડિયા, તા. સાંચોર, સમીનાં 2010નાં દારૂનાં કેસનો સુજાનારામ કાળુરામ બિશ્નોઇ રે. ડેડવા, તા. સાંચોર, હારીજનાં 2021નાં દારૂનાં કેસનાં આરોપીઓ ઇન્દ્રસિંહ ચેનસિંહ રાજપૂરોહીત અને 2015ના કેસનો વરધારામ ખેતારામ બિશ્નોઇ રે. હાડેતર તા. સાંચેર, વાગડોદ પોલીસનો 2023નો દારૂના કેસનો આરોપી કમલેશ ઉર્ફે કમારામ ચૌધરીરે, મૈત્રીવાડા, તા. રાણીવાડા, રાજસ્થાન તથા બનાસકાંઠાનાં ધાનેરા અને વડોદરા હરણીનાં દારૂનાં કેસોનાં આરોપી નરસંગ ઉર્ફે નશાજી ભૂરાજી ચાવોડ રે. સંદલા રાજસ્થાન, કમલેશ કેશાભાઇ માળી રે. ડીસાનો સમાવેશ થાય છે. જ્યારે શંખેશ્વરનાં દારૂનાં 2015 નાં ગુનાનો આરોપી મનોહર રતનારામ બિશ્નોઇ મરણ પામેલો છે. પાટણની એલસીબી ટીમ રાજસ્થાન ખાતે તાજેતરમાં ગઇ હતી. જે ટીમે પાટણ જિલ્લા 8 નાસતા ફરતાં ઉપરોક્ત આરોપીઓ તથા અન્ય 2 મળી કુલે 10 ને પકડી લાવીને જે તે પોલીસ ને તપાસ માટે સોંપ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.