પાટણમાં નજીવી બાબતે પત્નીએ અપશબ્દો બોલી પતિને હોકી સ્ટીકથી ધોઈ નાખ્યો

પાટણ
પાટણ

પાટણની નિર્મળનગર પાસેની એક સોસાયટીમાં પત્નીએ પોતાનાં પતિને નજીવી બાબતે હોકી સ્ટીક જેવા ધોકાથી માર મારતાં ઇજા પહોંચી હતી. પત્નીએ પતિને ગાળો બોલીને આજ તો તને જાન થી મારી નાંખવાનો છે’ તેવી ધમકીઓ આપી હતી. જેથી પોલીસ ફરિયાદ નોંધાઈ છે.આ અંગેની મળતી માહિતી મુજબ નિર્મળ નગર પાસે ની એક સોસાયટીમાં રહેતા મુકેશભાઇ ગઇકાલે બપોરે તેમનાં ઘરે હતા ત્યારે તેમની પત્નીએ કોઇ કારણ વગર જેમ તેમ બોલવાનું શરૂ કરતાં પતિએ તેમને તમે ખોટી રીતે બોલચાલ કરો છો તેમ કહેતાં તેમની પત્નીએ ઘરમાં પડેલા હોકી સ્ટીક જેવા ધોકાથી તેમની આંખ નીચે અને શરીરે માર મારતાં ઇજા થઇ હતી. આ દરમિયાન તેમનાં નાના સંતાનોએ રોકકળ કરતાં પતિએ તેમની પત્નીને સમજાવતાં તે ઘરની બહાર સોસાયટીમાં જતા રહ્યા હતા ને તેમની પત્નીએ પતિને ગાળો બોલીને આજ તો તને જાન થી મારી નાંખવાનો છે’ તેવી ધમકીઓ આપી હતી. આ બનાવ બાદ પતિ પાટણની ધારપુર હોસ્પિટલમાં સારવાર માટે ગયો હતો. તેણે પત્ની સામે ફરીયાદ નોધાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.