પાલનપુર પાલિકાને પાંચ વર્ષે ઢોર પકડનાર એજન્સી મળી

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર પાલિકાને ઢોર પકડવાની એજન્સી મળી ગઈ છે.એજન્સી ઢોર પકડી પ્રથમ પાલિકાના ઢોરવાડામાં મુકશે, અહી પશુને છોડાવવા આવનાર પાસેથી 500 રૂપિયાનો દંડ લેવાશે.પાલનપુર આંબેડકર સોસાયટીમાં રહેતા શ્રીઆદર્શ સાર્વજનિક ટ્રસ્ટ ચલાવતી ખાનગી એજન્સીને શહેરના 1 થી 11 વોર્ડમાંથી પશુઓ પકડવા માટેનો કોન્ટ્રાક્ટ ફાળવવામાં આવ્યો છે. સેનીટેશન ઇન્સ્પેક્ટર શૈલેષભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પાલનપુર નગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી એક પશુ દીઠ રૂ.2400 એજન્સીને ચુકવવામાં આવશે.તેમજ પશુ પકડાશે તેના માલિક પાસેથી રૂ.500 વસૂલ કરવામાં આવશે.અને જો ત્રણ દિવસ તેને રાખવામાં આવશે.અને તેનો કોઇ માલિક નહી આવે તો તે પશુને પાંજરાપોળમાં મોકલી આપવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.