બનાસકાંઠા- પાટણ જિલ્લાની અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની બેઠક મળી

બનાસકાંઠા
બનાસકાંઠા

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ-પાટણ દ્વારા નવરચિત યુવા પાંખની યુવાનો માટેની મીટીંગ પ્રમુખ બનાસકાંઠા જિલ્લા ભાજપ અને પૂર્વ મંત્રી કિર્તીસિંહજી વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં પાટણ જિલ્લા અને બનાસકાંઠા જિલ્લાના વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે રુદ્રદતસિંહ વાઘેલા (કા.કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ યુવા પાંખ), દિગ્વિજયસિંહ ઝાલા (પ્રદેશ અધ્યક્ષ યુવા પાંખ), રૂપેન્દ્રસિંહ ઝાલા (પ્રદેશ મહામંત્રી યુવા પાંખ), દિલીપસિંહ હિંમતસિંહ રાજપુત (કાયદા અધિકારી-પાટણ), કરણસિંહ વાઘેલા (પ્રમુખ કાંકરેજ વિભાગ જાગીરદાર રાજપુત કેળવણી મંડળ), પ્રવિણસિંહ ચૌહાણ (પ્રમુખ બનાસકાંઠા જિલ્લા રાજપૂત યુવા સંઘ) તેમજ મહિપતસિંહ કે જાડેજા (પ્રમુખ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ-પાટણ), વિનોદસિંહ સોલંકી (પ્રમુખ અખિલ ગુજરાત યુવા સંઘ કાંકરેજ), ગોપાલસિંહ સોલંકી તેમજ અનુપસિંહ વાઘેલા (યુવા પાંખ પ્રમુખ) દ્વારા યુવાનોને જિલ્લા અને તાલુકા લેવલે વરણી કરી હોદ્દા આપી સન્માન કરવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.