દાંતીવાડા કૃષિ યુનીવર્સિટીની બેકરી કોલેજમાં મિલેટ્સમાંથી બનતી મૂલ્યવર્ધન પ્રોડક્ટસની ટ્રેનિંગ અપાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

દાંતીવાડા કૃષિ યુનીવર્સિટીની બેકરી સ્કૂલ અને ફૂડ ટેક્નોલોજી કોલેજમાં મિલેટ્સમાંથી બનતી મૂલ્યવર્ધન પ્રોડક્ટસની ટ્રેનિંગ અપાઈ હતી. જ્યારે મનમાં કઇંક કરવાની ઈચ્છા હોય અને પ્રબળ મેહનત કરીયે છીએ ત્યારે સફળતા અચૂક મળે જ છે. ગ્રામીણ ક્ષેત્રે સ્ટાર્ટઅપ્સને લઈને નવીન દિશા આપતું NABARD assisted SDAU RBICએ કુલપતિ, ડૉ. આર. એમ. ચૌહાણ, તથા નોડલ ઓફિસર ડૉ. સી. એમ. મુરલીધરનના માર્ગદર્શન હેઠળ પોતાની આગવી ઓળખ બનાવી છે. SDAU RBICએ ઇન્ટરનેશનલ મિલેટ વર્ષ-2023 ના સંદર્ભમાં મિલેટ્સમાંથી બનતી પ્રોડક્ટસનું સફળતાપૂર્વક ઉદ્યોગની સ્થાપના કરાવી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે.નિશાબેન દવે ખાદ્ય પ્રસંશીકરણમાં વ્યવસાયમાં કામ કરવાની ઈચ્છા લઈને SDAU RBICની મુલાકાત માટે આવ્યા હતા. જ્યાં તેઓને તથા તેમની સાથે આવેલ મહિલાઓને સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનીવર્સિટીની બેકરી સ્કૂલ તથા ફૂડ ટેક્નોલોજી કોલેજમાં અલગ અલગ રીતે મિલેટ્સમાંથી બનાવવામાં આવતી મૂલ્યવર્ધન પ્રોડક્ટસની ટ્રેનિંગ અને ટેક્નિકલ સપોર્ટ SDAU RBIC દ્વારા આપવામાં આવ્યો હતો.નિશાબેન દવે કે જેઓ પાટણમાં પોતાની ધગસ તથા પ્રબળ ઈચ્છા શક્તિ દ્વારા સમાજમાં મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે. SDAU RBIC દ્વારા નિશાબેનની બનાસકાંઠા જિલ્લાના કલેકટર વરુણ કુમાર બરનવાલ સાથે મુલાકાત કરાવી તેમના દ્વારા બનાવેલ પ્રોડક્ટસનું નિદર્શન કરાવ્યું હતું. કલેક્ટરે પણ નિશાબેનની પ્રોડક્ટસને અને તેમની મેહનતને બિરદાવી હતી. નિશાબેનની પ્રોડક્ટસ G20 માં પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. અને તેના ફળ સ્વરૂપે તેઓએ પાટણમાં તારીખ 01 ઓગસ્ટ 2023 ના રોજ નાબાર્ડના ચીફ જનરલ મેનેજર બી. કે. સિંઘાલના હસ્તે પ્રોડક્શન યુનિટનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.