પાટણ જિલ્લા પંચાયતના સ્વર્ણિમ હૉલ ખાતે આરોગ્યલક્ષી સમીક્ષા બેઠક યોજાઇ

પાટણ
પાટણ

પાટણ જિલ્લા પંચાયતના સ્વર્ણિમ હોલમાં આરોગ્ય ખાતાની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ સમીક્ષા બેઠક જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકીના માર્ગદર્શન હેઠળ યોજાઇ હતી જેમાં વિભાગીય નાયબ નિયામકશ્રી ડૉ એસ.કે.મકવાણા હાજર રહ્યા હતા. આ સમીક્ષા બેઠકમાં સા.આ.કેન્દ્ર, પ્રા.આ.કેન્દ્ર શહેરી પ્રા.આ.કેન્દ્ર માં ચાલી રહેલા આરોગ્યલક્ષી કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવી હતી જેમાં પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના, આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, આભા કાર્ડ, મારી માટી મારો દેશ ઝુંબેશ,બાલ અને માતૃત્વ સેવાઓ, સ્માર્ટ રેફરલ સિસ્ટમ, મિશન ઇન્દ્ર ધનુષ, 5.0 ક્ષય અને રક્તપિત, IEC,SBCC બાબતે ઘનિષ્ઠ ચર્ચા કરીને કામગીરીમાં ગુણાત્મક સુધારો આવે તે હેતુસર જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મિટિંગમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, વિભાગીય નાયબ નિયામક ડૉ એસ.કે.મકવાણા, જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા ક્ષય અધિકારી તથા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.