દાતા તાલુકાના લોકોએ હાથમાં માટી રાખી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે સામૂહિક પંચ પ્રણ પ્રતિજ્ઞા લીધી

બનાસકાંઠા
બનાસકાંઠા

દાંતા તાલુકાના કણબિયાવાસ ખાતેથી ” મારી માટી – મારો દેશ” અભિયાનનો શુભારંભ કરાયો હતો.ગ્રામજનોએ હાથમાં માટી રાખી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે સામૂહિક પંચ પ્રણ પ્રતિજ્ઞા લીધી હતી.આજથી સમગ્ર દેશમાં અને રાજ્યમાં ‘મારી માટી, મારો દેશ – માટીને નમન, વીરોને વંદન’ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના કણબિયાવાસ ખાતેથી રાજ્યના ઉદ્યોગમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપુતે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ‘મારી માટી – મારો દેશ – માટીને નમન, વીરોને વંદન’ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો.આ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપુતે ગૌરવભેર જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના દ્રષ્ટીવંત નેતૃત્વમાં ભારતના સમૃદ્ધ વારસા પર ગર્વ અને તેનું સંરક્ષણ, દેશની એકતા અને એકસૂત્રતા તથા નાગરિકોમાં ફરજ અને જવાબદારીની ભાવના અંગે સૌને જાગૃત થઈ આ મહાઅભિયાનમાં જોડાઈને રાષ્ટ્રભક્તિ ઉજાગર કરવાનું ગૌરવ મળ્યું છે.આપણા દેશની માટીમાં જન્‍મ લઈને આ માતૃભૂમિની આઝાદી અને રક્ષા કાજે શહીદી વહોરી અમર ઈતિહાસનું સર્જન કર્યું છે એવા વીરોની વંદના કરવાની તક આપણને મળી છે એમ ઉમેરતાં મંત્રી બલવંતસિંહ રાજપુતે દેશનાં યશસ્વી વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ આઝાદીનાં અમૃતકાળમાં જે પંચ પ્રણ દેશવાસીઓને આપ્યા છે તેનું પાલન કરી ગુલામીની માનસિકતામાંથી બહાર આવવા અનુરોધ કર્યો હતો. તેમજ ભારત દેશ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં વિશ્વગુરુ અને મહાસત્તા બનવા તરફ પ્રયાણ કરી રહ્યો છે ત્યારે એકજુટ થઈ આ અભિયાનમાં જોડાવા સૌને અપીલ કરી હતી.આ પ્રસંગે મંત્રી બલવંતસિંહ રાજપુતના હસ્તે દીપ પ્રાગટય અને પુષ્પાંજલી અર્પણ કરી શહીદ વીરોના બલિદાનોને સમર્પિત સ્મારક -શિલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનોએ હાથમાં માટી રાખી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે સામૂહિક પંચ પ્રણ પ્રતિજ્ઞા લીધી હતી. વીરોને વંદન કાર્યક્રમ અંતર્ગત મંત્રીના હસ્તે સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદ વીરોના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું.જયારે ‘વસુધા વંદન’ કાર્યક્રમ અંતર્ગત મંત્રી બલવંતસિંહ રાજપુત અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ તેમજ રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, કણબીયાવાસ ગામના સરપંચ, આદિવાસી આગેવાનઓ, સંગઠનના પદાધિકારીઓ, શાળાના બાળકો સહિત ગ્રામજનો અને આદિવાસી સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.