કડીમાં આદિવાસી સમાજ દ્વારા વિવિધ માંગણીઓ અને પ્રશ્નોને લઈ રેલી યોજી

મહેસાણા
મહેસાણા

કડી તાલુકા અને શહેરમાં વસતા આદિવાસી ભીલ સમાજના આગેવાનો તેમજ લોકો દ્વારા વિવિધ માંગણીઓ અને પ્રશ્નો લઈ કડી શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર રેલી સ્વરૂપે નીકળી હતી. કરણનગર રોડ ઉપર આવેલા સેવાસદન ખાતે પહોંચ્યા હતા. જ્યાં કડી મામલતદારને આવેદન સુપ્રત કર્યું હતું.કડી આદિવાસી સમાજના અગ્રણીઓ તેમજ આગેવાનો દ્વારા વિવિધ માંગણીઓ અને પ્રશ્નોને લઈને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. સમાજના લોકો દ્વારા કડીમાં રેલી નીકાળવામાં આવી હતી અને વિવિધ રાજમાર્ગો ઉપર આવેલી નીકળી હતી. રેલી સ્વરૂપે કરણનગર રોડ ઉપર આવેલ સેવાસદન ખાતે રેલી પહોંચી હતી. આગેવાનો દ્વારા મામલતદારને આવેદન સુપ્રત કર્યું હતું. આદિવાસી સમાજના લોકો ઘણા વર્ષોથી કડી શહેર તેમજ તાલુકામાં વસવાટ કરે છે. તેમ છતાં મફત પ્લોટ તથા આવાસનો કોઈ લાભ મળતો નથી. આદિવાસી ભીલ સમાજના તમામ કુટુંબ મજૂરી કરી ભાડાના મકાનમાં તેમજ ઝુપડીઓમાં તથા આજુબાજુની ફેક્ટરીઓમાં રહે છે અને એ.પી.એલ કાર્ડ આપ્યા છે. તો હવે પછી બીપીએલ કાર્ડ યાદીમાં સમાવેશ કરવો, આદિવાસી ભીલ સમાજના શિક્ષિત ભાઈઓ, બહેનો શિક્ષિત બેરોજગાર હોવાથી સરકાર દ્વારા ધંધા વ્યવસાય માટે લોન સહાય આપવામાં આવે જેવી અનેક માંગણીઓ સાથે આવેદન સુપ્રત કર્યું હતું.વધુમાં મણિપુરમાં આદિવાસી મહિલાઓને જાહેરમાં નિવસ્ત્ર કરીને પરેડ કરાવી સામૂહિક બળાત્કારની ઘટનાના પડઘા દેશની સંસદ સુધી પડ્યા છે. મણીપુર રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા તેમજ દેશમાં દલિત આદિવાસી મહિલાઓ ઉપર અહિંસા, અત્યાચારના બનાવ અટકાવવા અને દેશમાં સંવિધાનનો કડક અમલ કરાવવા ભારત સરકાર અને રાજ્યની સરકારને કડક કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી હતી. આદિવાસી ભીલ સમાજ દ્વારા અનેક સ્થાનિક અને દેશ સહિતની માંગણીઓ લઈને આવેદન સુપ્રત કરવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.