હાર્દિક પંડયાએ આપ્યું નિકોલસ પુરણને ચેલેન્જ, ભારત- વેસ્ટ ઈન્ડિઝની ચોથી T20માં જામશે ખરાખરીનો જંગ
વેસ્ટ ઈન્ડિઝ સામે ભારત ત્રીજી T20 જીતી ગયું. અસલી મજા તો હવે ચોથી T20માં આવશે. આ એટલાં માટે કારણ કે ત્રીજી T20 માં જીત્યાં બાદ ભારતીય કેપ્ટન હાર્દિક પંડયાએ વેસ્ટ ઇન્ડીઝનાં નિકોલસ પૂરણને ખુલ્લો ચેલેન્જ કર્યો છે. તેણે કેરેબિયાઈ બેટ્સમેનને લલકાર્યો છે. તેને ટાર્ગેટ કર્યો છે અને કહ્યું છે કે દમ હોય તો મારી સામે બતાવો. જ્યારે હાર્દીક આવું કહી રહ્યો હતો ત્યારે પુરન પણ ત્યાં ઉપસ્થિત હતો અને તેની વાતો સાંભળી રહ્યો હતો. એ સમયે તેણે હાર્દીકની વાતો પર કોઈ રીએકશન આપ્યું નહીં, શાંત રહ્યો. પરંતું શું આ શાંતિ આવનારા તુફાનની ચેતવણી તો નથી ને? કારણ કે, પુરન જે મિજાજનો ખેલાડી છે, તે જવાબ તો આપશે જ. ત્યાં જ, એ પણ જાણવું જરૂરી છે કે પંડયાની નજરે પુરણની એવી તો કઈ કમજોરી છે, જેના લીધે પંડયાએ તેને ઓપન ચેલેન્જ કર્યો છે.
હવે ભારત-વેસ્ટ ઈન્ડિઝ T20 સીરીઝની હાલત તો તમે સૌ જાણો જ છો. પહેલી બે મેચ વેસ્ટ ઈન્ડિઝે જીતી હતી અને ત્રીજી T20 માં 7 વિકેટથી જીતીને ભારતે વેસ્ટ ઈન્ડિઝને સાબિત કરી દીધું, કે તેને T20 સીરીઝમાં હરાવવું એટલું પણ સરળ નથી. વાસ્તવમાં, આ વાત બે ટીમની નહીં, બે ખેલાડીઓની છે. હાર્દીક પંડ્યા અને નિકોલસ પુરનમાં T20 ક્રિકેટમાં કોણ કોનાં પર ભારી પડશે, તે જાણવું જરૂરી છે. કારણ કે, તેનાં લીઘે નક્કી થશે કે ચેલેન્જ કોણ જીતશે?
સૌથી પહેલાં તો એ જાણી લો કે હાર્દીક પંડયાએ નિકોલસ પુરનને ચેલેન્જ કરતાં શું કહયું છે? પંડયાના અનુસાર, જો પુરનને લાગે છે કે તે તેના બોલને મારી શકે છે તો એવું કરીને બતાવે. તેણે કહ્યું કે તેને ખબર છે કે પુરન તેની વાતો સાંભળી રહ્યો છે. આશા છે કે ચોથી T20માં તે તેની સામે પોતાની હિંમત બતાવશે અને એવું કરતાં પોતાની વિકેટ તેને આપી દેશે.
હવે ચોથી T20માં આ પડકાર કઈ દિશામાં જશે તે જાણવા માટે આ બંને ખેલાડીઓ વચ્ચેની પરસ્પર ટક્કરનો રેકોર્ડ પણ જોવો જરૂરી છે. બંને T20 ઇન્ટરનેશનલની 7 ઇનિંગ્સમાં એકબીજાનો સામનો કરી ચુક્યા છે, જેમાં પુરણે પંડ્યા સામે 42 રન બનાવ્યા છે અને માત્ર એક જ વાર પોતાની વિકેટ આપી છે. જો આપણે ઓવરઓલ T20 ક્રિકેટની વાત કરીએ તો અહીં પુરણે પંડ્યા સામે 8 ઇનિંગ્સમાં 45 રન બનાવ્યા છે. તેનો અર્થ એ છે કે પંડ્યા T20 ક્રિકેટમાં માત્ર એક જ વાર પુરનની વિકેટ લેવામાં સફળતા મેળવી શક્યો છે.