દાંતા હાઇવે માર્ગ વચ્ચે આવેલા રપટ પાસે ટેક્ટરે અડફેટે લેતાં એક મહિલાનું ઘટના સ્થળે મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

દાંતા તાલુકામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. દાંતા તાલુકામાં મોટાભાગનો માર્ગ ઢલાંગ અને પહાડી વિસ્તારો હોવાના કારણે અવાર-નવાર અકસ્માતો સર્જાતા હોય છે. તો સાથે સાથે બેફામ ચાલતા વાહનચાલકો પણ અમુક ઘટનાઓને અંજામ આપી જતા હોય છે. તેવી જ એક ઘટના અંબાજી દાંતા હાઇવે માર્ગ પર સામે આવી છે.અંબાજી થી દાંતા વચ્ચે અકસ્માતની ઘટના બની છે. દાંતા અંબાજી હાઇવે માર્ગ વચ્ચે રપટ પાસે અકસ્માત સર્જાયો હતો. ટ્રેક્ટર ચાલકે એક મહિલાને અડફેટે લેતા મોતીબેનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. મહિલાને રપટ પાસે અકસ્માત સર્જી ટ્રેક્ટર ચાલક ઘટના સ્થળે થી ફરાર થયો હતો. ધટના સ્થળે લોકોનાં ટોળેટોળા જોવા મળ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં દાંતા પોલીસ ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.