ઢીમા ગામ પાસે થી બોલેરોમાં વેલ્ડીંગની પેટીમાં દારૂ ભરી હેરાફેરી કરનાર ઈસમને એલસીબીએ ઝડપી પાડ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા એલસીબી પોલીસે બોલેરો ગાડીમાંથી દારૂની હેરાફેરી કરનાર શખ્સને ઝડપી પાડ્યો છે. ગાડીમાં વેલ્ડીંગના બોક્સની અંદર દારૂની છૂટક બોટલો રાખી આ શખ્સ હેરાફેરી કરતો હતો. એલસીબી પોલીસને બાતમી મળતા વાવ ઢીમા રોડ આંબેડકર નગર પાટીયા પાસે ગાડી રોકાવી તેમાં તપાસ કરતા વેલ્ડીંગની પેટીમાંથી દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે ચાલકની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જિલ્લામાંથી દારૂની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સારૂ સુચના કરેલ હોય જે સુચના અન્વયે એલ.સી.બી સ્ટાફ વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલિંગ કરી રહી હતી. દરમ્યાન બાતમી હકીકત મેળવી વાવ ઢીમા રોડ આંબેડકરનગર પાટીયા પાસે નાકાબંધી કરી બોલેરો ગાડીને રોકી હતી.જે ​બાદ તપાસ કરતા ગાડીમાં વેલ્ડીંગની પેટીમાંથી દારૂની બોટલ મળી આવી હતી. જેથી ગાડીના ચાલક લાધારામ ભારમલરામ રબારી (ગાંગલ) રહે-તાંતડા ઇટાદા થાના-જાબ સાંચોર રાજેસ્થાન વાળાને ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂની છુટક બોટલ, પ્રોહી મુદ્દામાલ એમ કુલ મળી કુલ 6 લાખ 15 હજાર, 642 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વાવ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.