કડીના જમિયતપુરા ગામે જુગાર રમતા 15 જુગારીયાઓ ઝડપાયા

મહેસાણા
મહેસાણા

શ્રાવણ માસ નજીક આવતા જ જુગારીઓની મોસમ ખીલી ઉઠી હોય તેવું જોવા મળી રહ્યું છે. દરમિયાન નંદાસણ રોડ ઉપર આવેલા વેલકમ હોટલની પાછળથી જુગાર રમતા 16 ઇસમોને એલસીબી પોલીસે ઝડપ્યા બાદ કડી પોલીસ અને બાવલુ પોલીસ સફાળી જાગી હોય તેવું જોવા મળી રહ્યું છે. કડી પોલીસ અને બાવલુ પોલીસે બલાસર, લુણાસણ અને જમિયતપુરા ગામે રેડ કરીને કુલ 15 ઈસમોને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે 15 ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.કડીમાં એલસીબી પોલીસની રેડ બાદ કડી પોલીસ સફાળી જાગી હોય તેવું જોવા મળી રહ્યું છે. કડી પોલીસે જુગારીઓ ઉપર તવાઈ બોલાવી દીધી હોય તેવું પણ નજરે ચડી રહ્યું છે. ત્યારે કડી પોલીસ લુણાસણ ગામ નજીક પહોંચતા ખાનગી રાહે બાતમી મળી હતી કે, લુણાસણ ગામની સીમમાં આવેલા પટેલ એગ્રો ફાર્મ હાઉસની પાસે કેટલાક ઈસમો જુગાર રમી રમાડી રહ્યા છે. પોલીસે બાતમીની ખરાઈ કરીને સ્થળવાળી જગ્યા ઉપર રેડ કરી હતી અને જુગાર રમતા અરજણજી ઠાકોર, મહેશજી ઠાકોર, મુકેશજી ઠાકોર, તમામ રહેલ લુણાસણ કડીને ઝડપી પાડી રૂપિયા 15,900નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.કડી પોલીસ ગ્રામ્ય વિસ્તારમાં જુગાર લગત કામગીરીમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન બલાસર ગામ નજીક પહોંચતા ખાનગી રાહે બાતમી મળી હતી કે, બલાસર ગામમાં આવેલા જવાનપુરા વિસ્તારમાં ઠાકોર કનુજી ગાભાજીના ગલ્લાની બાજુમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જુગાર રમી રમાડી રહ્યા છે. પોલીસે બાતમીની ખરાઈ કરીને સ્થળવાળી જગ્યા ઉપર રેડ કરી હતી અને જુગાર રમતા ભીખાજી ઠાકોર, દશરથજી ઠાકોર, પુંજાજી ઠાકોર તમામને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. કડી પોલીસે રૂપિયા 3950નો રોકડ રકમ સાથે મુદ્દામાલ કબજે કર્યો હતો અને ગુનો દાખલ કર્યો હતો.બાવલુ પોલીસ જુગારીઓને શોધવા અલગ અલગ દિશામાં કામગીરી કરી રહી હતી. જે દરમિયાન વિનાયકપુરા ચોકડી પાસે ખાનગી રાહે બાતમી મળી હતી કે, જમિયતપુરા ગામે આવેલા પ્રાથમિક શાળાની પાછળ ખુલ્લા ખેતરમાં કેટલાક ઇસમો ગંજી પાનાનો જુગાર રમી રમાડી રહ્યા છે. પોલીસે બાતમીની ખરાઈ કરીને સ્થળવાળી જગ્યા ઉપર રેડ કરતા જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. જ્યારે પોલીસે કોર્નર કરીને જુગાર રમતા સુલતાનભાઈ સિપાઈ, સિકંદર સિપાઈ, મજીજી ઠાકોર, હમીરજી ઠાકોર, બચાનજી ઠાકોર, ફિરોજભાઈ કુરેશી, દલપતસિંહ વાઘેલા, બાબુભાઈ ઠાકોર, બબાભાઈ બેલીમને રંગે હાથ ઝડપી પાડી ગુનો દાખલ કર્યો હતો. તેમજ બાવલુ પોલીસે રૂપિયા 41,600ની રોકડ રકમ સાથે મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.