દિયોદર પાસે લુદરા ગામના યુવાને ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

દિયોદર તાલુકાના લુદરા ગામના વિનોદજી જગાજી મકવાણા ઠાકોર (ઉં વ. 24) ગત સાંજના સમયે દિયોદર થી મીઠા રેલ્વે ટ્રેક વચ્ચે પાલનપુર થી ગાંધીધામ તરફ જતી પેસેન્જર એક્સપ્રેસ ટ્રેન નીચે પોતાના અંગત કારણોસર પડતું મૂકી જીવન લીલા સંકેલી હતી. આ અંગે પરિવારજનોને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. દિયોદર સ્ટેશન માસ્તરે ભીલડી પોલીસ મથકે જાણ કરતા ભીલડી જીઆરપી પોલીસ સ્ટાફ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી.મૃતકની લાશનું દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવી વાલી વારસને સોંપી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગૂનો નોંધી વધુ તપાસ ભીલડી જીઆરપી હે.કો. ચલાવી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.