પાલનપુરના વાસણ (ધા) થી ગોળા માર્ગની બંને બાજુ ઝાડી ઝાંખરા ઉગ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર તાલુકાના વાસણ (ધા) થી ગોળા જતાં માર્ગની બંને સાઇડે ઝાડી – ઝાંખરા ઉગી નીકળ્યા છે. જ્યાં પસાર થતાં બાળકોને સતત અકસ્માતની ભિતી સેવાઇ રહી છે. ત્યારે વન વિભાગ દ્વારા ઝાડી- ઝાંખરા કાપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.પાલનપુર તાલુકાના વાસણ (ધા)થી ગોળાને સાંકળતાં 5 કિલોમીટરના માર્ગની બંને સાઇડે ઝાડી ઝાંખરા વધી ગયા છે. આ અંગે અશોકભાઇ પટેલે જણાવ્યું હતુ કે, ત્રણેક વર્ષ અગાઉ માર્ગની બાજુના ઝાડી- ઝાંખરા કાપવામાં આવ્યા હતા. જે પછી કોઇ કામગીરી કરવામાં આવી ન હોવાથી હાલમાં બંને સાઇડો તેનાથી દબાઇ ગઇ છે. ખેતરોમાં રહેતા બાળકો અહિથી સ્કુલે જવા માટે પસાર થાય છે. આ માર્ગ ઉપર વાહન- વ્યવ્હાર પણ વધ્યો છે. ત્યારે સતત અકસ્માતની ભિતી પણ રહે છે. ત્યારે વન વિભાગ દ્વારા ઝાડી- ઝાંખરાનું કટીંગ કરવામાં આવે તેવી માંગ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.